​​​​​​​​​​​​​​વૈશ્વિક ગોપનીયતા પોલિસી​

White colour block

આ ગોપનીયતા પોલિસી ("પોલિસી") મેકકેઇન ફૂડ્ઝ લિમીટેડ, તેના વૈશ્વિક વડામથક 8800 મેઈન સ્ટ્રીટ, ફ્લોરેન્સવિલે-બ્રિસ્ટોલ, ન્યૂ બ્રુન્સવિક E7L 1B2, કેનેડા સાથે ન્યુ બ્રુન્સવિક, કેનેડાના કાયદા હેઠળ કેવી રીતે સંગઠિત થઇ અને તેની સંલગ્ન (એકી સાથે અને અલગ, “મેકકેઇન”) અંગત રીતે ઓળખી શકાય તેવી માહિતી એકત્રિત કરે છે, ઉપયોગ કરે છે અને વહેંચણી કરે છે (અંગત માહિતી) તેનું વર્ણન કરે છે. વ્યક્તિગત ડેટામાં લાગું પડતા સ્થાનિક ગોપનિયતા કાયદાઓની આવશ્યક મર્યાદામાં ઓળખ કરી શકાય તેવી ન્યાયિક વ્યક્તિ અથવા કાનૂની સંસ્થા સંબંધીત સમાન માહિતીનો પણ સમાવેશ થશે.

 

 

કઇ વ્યક્તિગત માહિતી અમે એકત્રિત કરીએ?

અસરકારક રીતે સંચાલન કરવા અને અમે તમને પ્રદાન કરી શકીએ તેટલી શ્રેષ્ઠ સેવાઓ અને વપરાશકર્તા અનુભવો પ્રદાન કરવા માટે અમે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ, પરંતુ તે સેવાઓ પ્રદાન કરવા માટે ફક્ત ડેટાની જરૂરી માત્રામાં જ એકત્રિત કરીએ છીએ. ખાસ કરીને અમે ઉપયોગ કરીએ છીએ:

 

  • સ્પર્ધાઓ, ઇમેઇલ ન્યૂઝલેટર્સ, પૂછપરછ અને લોયલ્ટી કાર્ડ પ્રોગ્રામ માહિતી – મેકકેઇનના ઇમેઇલ ન્યૂઝલેટર્સ પ્રાપ્ત કરવા માટે, તમારે તમારું ઇમેઇલ સરનામું પ્રદાન કરવું જરૂરી છે. સ્પર્ધાઓ અથવા સ્વીપસ્ટેક્સમાં પ્રવેશ કરવા માટે, પૂછપરછ કરો અથવા લોયલ્ટી કાર્ડ પ્રોગ્રામમાં ભાગ લો, તમારે તમારું પૂરું નામ અને ઇમેઇલ સરનામું અને અન્ય લાગુ માહિતી પ્રદાન કરવી અનિવાર્ય છે. તમને તમારું મેઇલિંગ સરનામું, ફોન નંબર, વય, રહેઠાણનો વિસ્તાર, પરિવારની રચના, પૃષ્ઠભૂમિ, રુચિઓ, સોશિયલ મીડિયા વિગતો, પ્રોફાઇલ અને સંપર્ક માહિતી, અને અમારા ઉત્પાદનોના તમારા ઉપયોગ વિશેની માહિતી પ્રદાન કરવા માટે પણ કહેવામાં આવી શકે છે. ખાસ કરીને લોયલ્ટી પ્રોગ્રામ્સ માટે, અમે કંપનીની માહિતી (ઉદાહરણ તરીકે, માર્કેટ સેગમેન્ટ અથવા લક્ષિત ગ્રાહક) અને તમે જે દેશમાંથી સંચાલન કરતા હોવ તેના પર પણ પ્રક્રિયા કરી શકીએ છીએ. પૂછપરછ કરતી વખતે તમે સ્વેચ્છાએ અન્ય મર્યાદિત માહિતી પણ આપી શકો છો. જો તમે કોઈ પણ સ્પર્ધા અથવા સ્વીપસ્ટેક્સમાં ભાગ લેતા હોય, તો અમે તમારી ભાગીદારી પેટે ફોટો અને વર્ણનની વિનંતી કરી શકીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં, અમે ખરીદીના આવર્તન સંબંધિત માહિતી એકત્રિત કરી શકીએ છીએ, જોકે તે હંમેશા હંમેશાં એક અનામી અને એકંદર આધાર પર હોઈ શકે છે, અમારા માટે તે માર્કેટિંગની પહેલને માપવા માટે છે.

 

  • વેબસાઈટની માહિતી - જ્યારે તમે અમારી વેબસાઈટ (અથવા ખાસ હેતુની પોર્ટલ્સ) ઍક્સેસ કરો છો, ત્યારે અમે આપમેળે તમારા કમ્પ્યુટરના ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રેસ અને તમારા કમ્પ્યુટર અને વેબસાઈટના વપરાશ વિશેની અન્ય તકનીકી માહિતી, જેમ કે તમારા બ્રાઉઝરનો પ્રકાર અને વર્ઝન, ટાઇમ ઝોન સેટિંગ, અને ઓપરેટિંગ સિસ્ટમ અને પ્લેટફોર્મની માહિતી એકત્ર કરી લઇએ છીએ. વિસ્તૃત બજાર સંશોધન કરતી વખતે, અમે મેકકેઇન વેબસાઈટ પર તમે ઍક્સેસ કરેલ પૃષ્ઠો, તમે ક્લિક કરેલી લિંક્સ, મેકકેઇન વેબસાઈટની મુલાકાત લેતા પહેલાં મુલાકાત લીધેલી સાઇટ્સ, મેકકેઇનના ઇમેઇલ્સ કે જે ખૂલ્લા છે, આગળ મોકલાયેલ અથવા મેકકેઇનની વેબસાઈટ પર ક્લિક થયા હોય વગેરે પણ એકત્રિત કરી શકીએ છીએ. અમે અમારી વેબસાઈટ પર પ્રથમ પક્ષ અને તૃતીય પક્ષ કૂકીઝનો ઉપયોગ પણ કરીએ છીએ; વધુ માહિતી માટે, કૃપા કરીને નીચે આ પોલિસીના કુકીઝ અને અન્ય ટેક્નોલૉજીસ વિભાગ જુઓ અથવા અમારી વૈશ્વિક કૂકી પોલિસી વાંચો.

 

  • પોર્ટલ સબસ્ક્રાઇબ માહિતી - જ્યારે તમે મેકકેઇનના ખાસ હેતુના પોર્ટલ, જેમ કે ચોક્કસ સપ્લાયર્સ માટે પોર્ટલ નક્કી કરો છો અથવા તમને આમંત્રણ આપવામાં આવે છે, તમારે તમારું પૂરું નામ, મેઇલિંગ સરનામું અને ઇમેઇલ સરનામું પ્રદાન કરવું પડશે. તમને ખાસ હેતુના પોર્ટલના પ્રકાર, જેમ કે બિન વાસ્તવિક-સમયના ભૌગોલિક સ્થાન ડેટા, સપ્લાયર ગુણવત્તાના પરિણામો અને આંકડાઓ, ફોટોગ્રાફ્સ અને વિડિઓ અને અભિપ્રાયોને લગતી માહિતી પ્રદાન કરવા માટે પણ કહેવામાં આવી શકે છે. અમુક મર્યાદિત કેસોમાં, તમને સોશિયલ સિક્યુરિટી નંબર, ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર્સ અને સમાન પૂરા પાડવા માટે પણ કહેવામાં આવી શકે છે.

 

  • પાસવર્ડ્સ - જ્યારે મેકકેઇનની કોઇ પણ વેબસાઈટ્સ અથવા પોર્ટલ પરના એક ઑનલાઇન એકાઉન્ટને સેટ કરી રહ્યા હોય ત્યારે, લાગુ પડતું હોય, તો અમે તમારા પાસવર્ડની પ્રોસેસ કરીશં અને કેટલાક કિસ્સાઓમાં પાસવર્ડ મેમોઇર પ્રશ્ન અને જવાબ પર પ્રોસેસ કરો.

 

  • સીસીટીવી ફૂટેજ - જ્યારે ઉત્પાદન સુવિધાઓ અને કામના ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યા હોય ત્યારે, અમે લાગુ પડતા કાયદા અનુસાર, સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ્સના અમારા ઉપયોગ દ્વારા મેળવવામાં આવેલા ફૂટેજ પર પ્રોસેસ કરી શકીએ છીએ.

 

  • સોશિયલ મિડીયા કાઉન્ટ્સ પર એકત્ર કરવામાં આવેલી માહિતી - તમારા સામાજિક મિડીયા એકાઉન્ટ્સ સાથે ઇન્ટરેક્ટ કરતા, અમે તમારું ઇમેઇલ એડ્રેસ, ટ્વિટર હેન્ડલ, તમારા ફેસબુક પ્રોફાઇલ પર પ્રદર્શિત સંપર્ક માહિતી વગેરે એકત્રિત કરી શકીએ છીએ.

 

  • આર-એન્ડ-ડી અને માર્કેટ રિસર્ચ માહિતી - જ્યારે અમારા ઈન-હોમ અથવા ઈન-બિઝનેસ ઉત્પાદનો નો ઉપયોગ કરવામાં આવે ત્યારે અથવા રિસર્ચ પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવામાં આવે ત્યારે અમે તમારું નામ, સરનામું, ફોન નંબર, પગારની શ્રેણી, શિક્ષણનું સ્તર, નિયોક્તા, બિઝનેસ સંબંધિત બાબતો અથવા ઉત્પાદનો પર અભિપ્રાય, બાળકોની સંખ્યા, તમામ સંશોધન વિષયોની વિડિઓ-ટેપ કરેલી છબીઓ અને સહભાગ લેનારા પરિવારના સભ્યો, અને જ્યાં લાગુ હોય ત્યાં તેમની સ્થાનિક પરિસ્થિતિની પ્રક્રિયા કરી શકીએ છીએ. જયારે અમારા ઈન-ઓફિસ, ઈન-સ્ટોર અથવા ઑનલાઈન માર્કેટ રિસર્ચ મારફતે તમારા પ્રતિસાદની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અમે તમારી સંપર્ક વિગતો, રુચિ અને પસંદગીઓની પ્રક્રિયા કરી શકીએ છીએ.

 

  • એગ્રોનોમી (કૃષિવિજ્ઞાન) માહિતી - અમારા ઉત્પાદકો સાથેના અમારા સંબંધો જાળવવા માટે અમે અમુક વ્યક્તિગત ડેટા ઉદાહરણ તરીકે, નામો, સંપર્ક વિગતો, સંભાવ્યપણે ઉત્પાદકના પરિવાર અથવા તેમના/તેણીના જન્મદિવસ સાથે સંબંધિત માહિતી, બિલ ઈન્વોઈસ ની વિગતો, પાકના આંકડા (ઉપજ, ખાતરનો અને પાણીનો ઉપયોગ, વિવિધ ઉપયોગ, બીજ સ્ત્રોતો, પાક સંરક્ષકો, પાક પોષણ, વાવેતરની તારીખો, પાકની ફેરબદલીઓ, ઉત્પાદન પદ્ધતિઓ, લણણી અને વિતરણના સમય, ખેત ઉત્પાદન અને સંગ્રહ સ્થાનો, કાચા ઉત્પાદનની ગુણવત્તા અને બીજ પાક સંબંધિત રોગના પરીક્ષણના રેકોર્ડ્સ, ખેતની જમીનની સ્થિતિ અને ખેતના અન્ય પર્યાવરણીય પરિબળો), વાહનો, ઘરો અને વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ વગેરે પર પ્રક્રિયા કરીએ છીએ. અમારા ખેડૂતોનાં ખેતરો અથવા સંગ્રહ સુવિધાઓ તથા આસપાસનાં કુદરતી અને નિર્માણ કરેલા લક્ષણોની માપણી કરવા માટે અમે જીપીએસ કોઓર્ડિનેટ્સ તથા સેટેલાઇટ છબીઓ (સમન્વયકો) એકત્રિત કરી શકીએ છીએ. અમે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારો અને ઉત્પાદકોના સહકારથી યોજાયેલા પાકના આંકડાઓ સહિતના ખેતના પરીક્ષણો એગ્રોનોમી રિસર્ચ અને ડેવલપમેન્ટના પ્રાયોગિક પરિણામો એકત્રિત કરી શકીએ છીએ.  કાયદાકીય જવાબદારીનું પાલન કરવા માટે જ્યારે જરૂરી હોય ત્યારે, અમે રાષ્ટ્રીય રજિસ્ટ્રી નંબર્સ અથવા સોશિયલ સિક્યુરિટી નંબર એકત્રિત કરીએ છીએ. ઉત્પાદકો અથવા સપ્લાયરો સાથેના અમારા કરાર વધુ વિગત પ્રદાન કરી શકે છે.

 

  • મુલાકાતીની માહિતી - અમારી ઇમારતોને ઍક્સેસ કરતી વખતે સુરક્ષાના કારણોસર અમે તમારું નામ, સંપર્ક વિગતો, કાર પ્લેટ નંબર, ઓળખ વગેરે એકત્રિત કરી શકીએ છીએ. અમે તમને ખાદ્ય સલામતીના કારણોસર તમારી સ્વાસ્થ્ય (ખુલ્લા જખમો, ફલૂ વગેરે સંબંધિત માહિતી સહિત) વિશેની માહિતી પ્રગટ કરવા પણ કહી શકીએ છીએ.

 

  • ફોટો અને વિડિઓ - જ્યારે અમારી આંતરિક અથવા બાહ્ય ઇવેન્ટ્સ, મીટિંગ્સ (સરકારી અધિકારીઓ, ગ્રાહકો, વગેરે સાથે), કોન્ફરન્સ વગેરેમાં ભાગ લેતી વખતે અમે તમારા ફોટો અથવા વિડિઓ એક ભીડના ભાગ રૂપે અથવા વ્યક્તિગત/પોટ્રેટ આધારે લઈ શકીએ છીએ. અમે તમારું નામ, ઇમેઇલ સરનામું, પસંદગીઓ અથવા વ્યાવસાયિક વિગતો જેવા તમારા કેટલાક વ્યક્તિગત ડેટાને પણ એકત્રિત કરી શકીએ છીએ. જો તમે સરકારી અધિકારી છો, તો અમે તમારા રાજકીય મંતવ્યોને જાહેર કરતી માહિતી પર પ્રોસેસ કરી શકીએ છીએ.

 

  • સીવી/રિઝ્યુમ્સ અને ભરતી માટેની સંબંધિત માહિતી - ભરતી હેતુઓ માટે અમે તમારો સીવી/રિઝ્યૂમે અને અન્ય સંબંધિત માહિતી (જેમ કે આપના ફોટોગ્રાફ, તમે જે ભાષા બોલો છો, તમારી તાલીમ રેકોર્ડ વગેરે) એકત્રિત કરીએ છીએ, પછી ભલે તમે કાયમી અથવા કામચલાઉ નોકરી માટે (એક કર્મચારી, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર, સ્વયંસેવક, એજન્ટ અથવા કામચલાઉ કામદાર) અરજી કરી રહ્યા હોય. સુરક્ષાનાં કારણોસર અને કાનૂની જવાબદારીઓનાં અનુપાલનમાં, અમુક ચોક્કસ અને યોગ્ય સંજોગોમાં, જો લાગું પડતા કાયદા દ્વારા પરવાનગી હોય અને તેની મર્યાદામાં, અમે લોકલાઇઝેશન ડેટા એકત્રિત કરી શકીએ છીએ. અમે તમને ભરતી પ્રોસેસના ભાગરૂપે psychometric પરીક્ષણો કરવા અને તમારા વ્યક્તિત્વના પાસાઓ વિશેની માહિતી એકત્રિત કરવા કહી શકીએ છીએ જે કાર્યસ્થળે સંબંધિત છે. જો તમારી સીવી/ રિઝ્યૂમે અપૂર્ણ અથવા અયોગ્ય છે, તો અમે તમને તમારા શિક્ષણ અને ભૂતકાળના કામ, તમારા સરનામા, તમારી સંપર્ક વિગતો, તમારા સર્ટિફિકેટ્સ, તમારા ડ્રાઇવર લાઇસન્સ, તમારું લિંગ વગેરે વિશે વધુ માહિતી પ્રદાન કરવા માટે કહી શકીએ છીએ. અમે તમને તમારી બેંકની વિગતો અને ક્રેડિટ કાર્ડ નંબર પ્રદાન કરવા માટે કહી શકીએ છીએ જો અમારે તમને તમે ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે મુસાફરી કે સવલત માટે જે ખર્ચ કર્યો હોય તે પરત આપવા તેની જરૂર પડશે. કેટલાક ન્યાયક્ષેત્રોમાં, અમે તમને તમારા પાસપોર્ટ, તમારું ઓળખપત્ર અથવા તમારા ગુનાખોરી રેકોર્ડ્સના કેટલાક અંશ માટે તમને કહી શકીએ છીએ, જો તે લાગુપડતા કાયદા અનુસાર અમુદ હદ સુધી સ્વીકાર્ય બનાવવામાં આવ્યા હોય. ઇન્ટરવ્યૂ દરમિયાન, અને અમારા કર્મચારીઓની વધુ સારી સમજણ અને સામેલગીરી માટે, અમે તમને તમારા શોખ, વ્યક્તિગત રુચિઓ, પરિવારની રચના, પગારની અપેક્ષાઓ, ડ્રાઇવિંગનો અનુભવ વગેરે વિશેની માહિતી પ્રદાન કરવા માટે કહી શકીએ છીએ. મેકકેઇન ખાતે અમે અમારા કાર્યબળની અંદરની વિવિધતાને મહત્વ આપીએ છીએ. જેમ કે, અમે તમારા કર્મચારીઓની અંદર વધુ વૈવિધ્યતાને પ્રોત્સાહિત કરવાના હેતુ માટે ફક્ત તમારા માટે મર્યાદિત વિવિધતા વિશેષતાઓ એકત્રિત કરી શકીએ છીએ. લાગુ કાયદા હેઠળ અમને વિનંતી કરવાની મંજૂરી હોય નહીં તેવી કોઈ માહિતી માટે અમે તમને પૂછીશું નહીં. જો તમને ભાડે રાખવામાં આવે છે, તો મેકકેઇન કર્મચારીની ગોપનીયતા પોલિસી રોજગાર સંદર્ભમાં તમારા વ્યક્તિગત ડેટાના હેન્ડલિંગનું વર્ણન કરશે.

 

  • સોર્સિંગ અને પ્રાપ્તિ સબંધિત માહિતી – જ્યારે તમે અમને કોઈ તૃતીય પક્ષ ઠેકેદાર તરીકે સેવાઓ પ્રદાન કરો (ઉદાહરણ તરીકે, જાળવણી સેવાઓ, આઇટી સેવાઓ, સલાહકાર સેવાઓ, વગેરે) અથવા અમને ઉત્પાદનો વેચો ત્યારે, અમે સેવાઓની કામગીરી અથવા ઉત્પાદનોના વિતરણ (અને કોઈપણ સંબંધિત બિલની ચુકવણી) માટે જરૂરી વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ. આવા વ્યક્તિગત ડેટામાં તમારી સંપર્ક વિગતો, નાણાકીય વિગતો, બિલિંગ અને ઇન્વોઇસિંગ માહિતી, ક્રેડિટ ચેક માહિતી, તમારા સ્ટાફ વિશે વ્યક્તિગત ડેટા, પ્રમાણપત્રો, ડ્રાયવર્સ લાઇસન્સ, કાર પ્લેટ નંબર્સ, સલામતી રેકોર્ડ વગેરેનો સમાવેશ થઈ શકે છે. ચોક્કસ સપ્લાયર્સ, વિક્રેતાઓ અથવા કોન્ટ્રાક્ટર્સ સાથેના અમારા કરાર વધુ વિગત આપી શકે છે.

 

  • અમારા B2B ગ્રાહકોના પ્રતિનિધિઓ સંબંધિત માહિતી – અમારા ગ્રાહક અને વેચાણ સંબંધોને પ્રબંધિત કરવા અને વિકસિત કરવાના હેતુથી, અમે સંભવિત, વર્તમાન અને ભૂતપૂર્વ B2B ગ્રાહકોના પ્રતિનિધિઓ સાથે સંબંધિત કેટલોક વ્યક્તિગત ડેટા ઉદાહરણ તરીકે, નામ, સરનામું, સંપર્ક વિગતો, જોબ સંબંધિત કાર્યો, જન્મદિવસ, પરિવારની રચના, વ્યક્તિગત રુચિઓ અને વેકેશન યોજનાઓ એકત્રિત કરી શકીએ છીએ. અમારી ઇન્વોઇસીંગ અને એકાઉન્ટિંગ જવાબદારીઓનું પાલન કરવા માટે, અમે વર્તમાન અને ભૂતપૂર્વ B2B ગ્રાહકોના પ્રતિનિધિઓ સંબંધિત અમુક વ્યક્તિગત ડેટા એકત્રિત કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, નામ, સરનામું, સંપર્ક વિગતો, જોબ સંબંધિત કાર્યો, બેંક એકાઉન્ટ નંબર અને ઇન્વોઇસીંગ વિગતો, ટેક્સ આઇડેન્ટિફિકેશન (ઓળખ) નંબર, વગેરે.

 

  • અમારા ઉત્પાદનોના વ્યક્તિગત ગ્રાહકો સંબંધિત માહિતી – ઉદાહરણ તરીકે, તમારું નામ, ફોન નંબર, ઇમેઇલ સરનામું, સ્થાનિક સરનામું, મોબાઇલ ફોન, પસંદગીની ભાષા, અન્ય પસંદગીઓ અને રુચિઓ, અને તમે ઉપયોગ કરો છો અથવા જેમાં તમે રુચિ ધરાવો છો તેવા મેકકેઇન ઉત્પાદનો અમે એકત્રિત કરી શકીએ છીએ.

 

  • વપરાશકર્તા દ્વારા નિર્મિત કરાયેલી વિષયવસ્તુ જે અમારી ઑનલાઇન હાજરી દ્વારા પ્રાપ્ત થઈ છે – જો તમે મેકકેઇન વેબસાઈટના ફીડ અથવા પેજ પર અથવા મેકકેઇનના સોશિયલ મીડિયા એકાઉન્ટના ફીડ અથવા પેજ પર કોઈ સામગ્રી (ઉદાહરણ તરીકે, ચિત્રો, વિડિઓ, વગેરે) અથવા અન્ય કોઈ માહિતી (ઉદાહરણ તરીકે, ટિપ્પણીઓ) પોસ્ટ કરો તો અમે નીચે જણાવેલ હેતુઓ માટે આવી સામગ્રી અથવા માહિતીમાં (અથવા તેને સંબંધિત) સમાયેલ કોઈપણ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ.

 

  • શોધકર્તાઓ વિશેની માહિતી – જ્યારે મેકકેઇન પેટન્ટ્સ અથવા સમાન રજિસ્ટર્ડ બૌદ્ધિક સંપત્તિ અધિકારો માટે અરજી કરે છે, ત્યારે અમે એવા લોકો જેમણે આવી મેકકેઇન બૌદ્ધિક સંપત્તિની શોધ કરી છે અથવા વિકસિત છે તેમના નામ, સરનામાંઓ, સંપર્ક વિગતો અને સંપૂર્ણ રેઝ્યૂમે એકત્રિત કરીએ છીએ. અમે ચોક્કસ દસ્તાવેજો (જેમ કે એફિડેવિટ્સ) રજૂ કરવાના અને સુપરત કરવાના હેતુસર વ્યક્તિગત ડેટા પર પ્રોસેસ કરીએ છીએ જેમાં આ વ્યક્તિઓ વિશે વધારાનો વ્યક્તિગત ડેટા હોઈ શકે છે

 

  • આઈડી (ઓળખ) માહિતી – તમારા વ્યક્તિગત ડેટાના ઉપયોગ અંગેના તમારા અધિકારોનો ઉપયોગ કરવા દરમિયાન, કેટલાક સંજોગોમાં અમે તમારી ઓળખ ચકાસવા માટે તમારા ઓળખ કાર્ડની નકલ અથવા તમારા ઓળખના અન્ય પુરાવા (ઉદાહરણ તરીકે, ડ્રાઇવર્સ લાઇસન્સ) માટે પૂછી શકીએ છીએ.

 

  • આરોગ્ય પ્રત્યેના ગંભીર જોખમો સામે રક્ષણ માટેની માહિતી – અપવાદરૂપ, પ્રાણ-ઘાતક પરિસ્થિતિઓમાં  (ઉદાહરણ તરીકે, રોગચાળો) ધ્યેય અનુસાર અને યોગ્ય સલામતી સાથે પ્રમાણમાં અમે તમારા વ્યક્તિગત ડેટા (આરોગ્ય સંબંધિત સહિત) નો ઉપયોગ કરી શકીએ છીએ.

 

 

અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કેમ કરીએ છીએ?

અમે નીચે સૂચિબદ્ધ હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીએ છીએ:

 

  • સ્પર્ધાઓ, ઇમેઇલ ન્યૂઝલેટર્સ, પૂછપરછ અને લોયલ્ટી કાર્ડ પ્રોગ્રામની માહિતી અમને તમારી પૂછપરછમાં અથવા તમારા લોયલ્ટી કાર્ડ પ્રોગ્રામનું પ્રબંધન કરવા માટે મેકકેઇનના ઇમેઇલ ન્યૂઝલેટર્સ અથવા સ્વીપસ્ટેક્સમાં તમારી સહભાગિતાના સંબંધમાં, તમારા માટે અમારી સેવાઓ વ્યક્તિગત કરવા માટે, ખાસ ઑફરો અથવા પ્રમોશન જેમાં તમને રસ હોઈ શકે તેવું જે અમને લાગે તેમના વિશે સૂચિત કરવા અને અમારા ન્યૂઝલેટર્સ મોકલવા અથવા તમને ગ્રાહક સેવા પ્રદાન કરવા અને ગ્રાહક સેવાની અમારી જોગવાઈનું નિરીક્ષણ કરવા તમારા સંપર્કમાં રહેવાની મંજૂરી આપવા માટે. કેટલાક કિસ્સાઓમાં, અમે બાહ્ય સંદેશવ્યવહાર હેતુઓ માટે ઉદાહરણ તરીકે, સ્પર્ધા વિજેતા વિશે પ્રેસ રિલીઝ કરીને તમારા કેટલાક વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ.

 

  • વેબસાઈટ માહિતી તમે પ્રવેશ કરી શકો તે સ્પર્ધાઓ અને સ્વીપસ્ટેક્સનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે અને તમારી પૂછપરછો કરવા, અમારી વેબસાઈટ પર વપરાશકર્તાઓ સાથેના વલણો, વપરાશ અને પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરવા માટે, તેની તકનીકી સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે, અમારા વપરાશકર્તાઓની રુચિઓ અને પસંદગીઓને શ્રેષ્ઠપણે અનુરૂપ વેબસાઈટ્સ બનાવવામાં અમને મદદ કરવા માટે અને ઉત્પાદનો, સાઇટ સુવિધાઓ, વાનગીઓ, જાહેરાતો અને ઑફરો જેમાં તમને ખાસ રૂચિ હોઈ શકે છે (ઉદાહરણ તરીકે, વિસ્તારિત માર્કેટ રિસર્ચના ભાગ રૂપે) તેમને ઓળખવામાં મદદ કરવા માટે. અમે વેબસાઈટની માહિતીનો ઉપયોગ અમારી વેબસાઈટની સુરક્ષાની દેખરેખ અને નિયંત્રણ માટે અને સાયબર સુરક્ષા ઘટનાઓને રોકવા માટે, તેમજ વેબસાઈટના ઉપયોગ અંગેના પ્રતિસાદ એકત્રિત કરવા, ઑનલાઇન મુલાકાતીઓને આઇટી સપોર્ટ પૂરા પાડવા અને અમારી માર્કેટિંગ પહેલની સફળતાનું માપન કરવા માટે પણ કરીએ છીએ.

 

  • પોર્ટલ સબસ્ક્રાઇબર માહિતી ચોક્કસ સંબંધોનું સંચાલન કરવા, કરારની જવાબદારી પૂરી કરવા, ગુણવત્તાયુક્ત મુદ્દાઓને નાથવા, ધંધાકીય આયોજન અને વિકાસમાં સહાય કરવી, લક્ષ્યોને હાંસલ કરવા અને પ્રોત્સાહક કાર્યક્રમોનું સંચાલન કરવા માટે સપ્લાયર્સ અથવા અન્ય પોર્ટલ સબ્સ્ક્રાઇબર્સને મદદ કરવી. અમુક મર્યાદિત કેસોમાં, અમે બિલિંગ અને ઇન્વોઇસિંગને સરળ બનાવવા માટે અથવા ઉત્પાદનની ટ્રેસીબિલિટી અથવા નિયમનકારી જરૂરિયાતો અથવા કરારની આવશ્યકતાના પાલન માટે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ પણ કરીએ છીએ.

 

  • તમારી જાતને સુરક્ષિત રીતે ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અને જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ તો તમને નોંધણી કરવામાં મદદ કરવા માટે પાસવર્ડ્સ અને પાસવર્ડ સહાયક-સંસ્મરણ માટેના પ્રશ્નો અને જવાબો. અમે વિનંતી કરીએ એક પાસવર્ડ પસંદ કરો કે જે દરેક ખાતા માટે અનન્ય હોય અને તમે સંવેદનશીલ માહિતી અથવા નાણાકીય માહિતીનો ઉપયોગ સહાયક-સંસ્મરણ તરીકે (ઉદાહરણ તરીકે, તમારા બેંક ખાતાના ઓળખપત્રો) કરો નહીં.

 

  • સીસીટીવી ફૂટેજ અમારા લોકો, મુલાકાતીઓ, ઉત્પાદનો અને પ્રક્રિયાઓ માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે; સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ્સના અમારા ઉપયોગ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી સીસીટીવી સર્વેલન્સ પોલિસીને વિનંતી કરો.

 

  • તમારી સોશિયલ મિડીયા એકાઉન્ટ્સ એકત્ર કરેલી માહિતી જેથી તમારા સોશિયલ મિડીયા એકાઉન્ટ દ્વારા તમારો સંપર્ક કરી શકાય, તમારી પૂછપરચોનો જવાબ આપી શકાય અને અમારા ગ્રાહકો સાથે વધુ સારી રીતે વ્યસ્ત રહી શકાય.

 

  • આર એન્ડ ડી અને માર્કેટ રીસર્ચ માહિતી જેથી બજાર સંશોધન કરી શકાય, અમારી પ્રોડક્ટ્સ અને સેવામાં સુધારો કરી શકાય, આર એન્ડ ડી હેતુઓ માટે અને ગ્રાહકો અથવા ઓપરેટરોના વ્યવસાય અને પસંદગીઓના અભ્યાસ અને સમજ પ્રાપ્ત કરી શકાય.

 

  • એગ્રોનોમી માહિતી માંગ સંબંધિત આયોજન કરવા અને અમારા ઉત્પાદનો અને સેવાઓ સુધારવા માટે, ટકાઉપણાની આકારણીઓને સમર્થન આપવા, ઓર્ડરની પ્રક્રિયા કરવા અને પૂરા કરવા માટે (શિપિંગ અને વિતરણ સહિત કાચા ઉત્પાદન અથવા માલના), ઈન્વોઇસ ચૂકવવા, ઉત્પાદકો સાથેના અમારા સંબંધો પ્રબંધિત કરવા, ખેતરમાં મજૂર સંબંધિત આયોજન અને પ્લાન્ટ પર પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠતમ કરવા, નિર્ણય લેવાની સુધારેલી પ્રક્રિયાને સક્ષમ કરવા, ક્ષેત્રોમાં પર્યાવરણીય પરિબળોના પ્રભાવનું મૂલ્યાંકન કરવા, માલિકીનાં વિવિધ અધિકાર ધારકોને રિપોર્ટ કરવા, બીજ પ્રમાણપત્ર અને છોડના સ્વાસ્થ્ય નિયમનકારોને પ્રદાન કરવા, ક્ષેત્રાધિકાર વચ્ચે બીજ અને કાચા ઉત્પાદનના વહનને ટેકો આપવા માટે, ખેતી પરના આહાર સલામતી પ્રોગ્રામ આવશ્યકતાઓને સપોર્ટ કરવા અને સારા કૃષિ અભ્યાસના રેકોર્ડ્સ માટે.

 

  • મુલાકાતી માહિતી મકાનની સલામતી પ્રત્યેની જવાબદારીઓનું પાલન કરવા માટે, આહાર પ્રત્યેના સલામતીના કારણોસર, અમારા પરિસરમાં પ્રવેશતા લોકોને ઓળખવા અને કાચા ઉત્પાદનના સપ્લાયરની ખોરાક સલામતી જવાબદારીઓને ટેકો આપવા માટે.

 

  • ફોટાઓ અને વિડિઓઝ અને સંબંધિત વિષયવસ્તુ અમારી વેબસાઈટ્સ પર, અમારા સામાજિક મીડિયા એકાઉન્ટ્સ દ્વારા, પ્રેસ રીલીઝ દ્વારા, અને અન્ય કોર્પોરેટ સંચાર અને માર્કેટિંગ સામગ્રી દ્વારા અમારી ઇવેન્ટ્સ, મીટિંગ્સ, કૉન્ફરન્સીસ, ઉત્પાદનો, ભાગીદારી અને અન્ય સંબંધો વિશે સંચાર કરવા માટે. કેટલાક કિસ્સાઓમાં, અમે તમને ચિત્રો અને વિડિઓઝ મોકલવા માટે તમારું ઇમેઇલ સરનામું પ્રદાન કરવા માટે કહી શકીએ છીએ, અમે અમારા ઉત્પાદનો અને સેવાઓ વિશે તમારો સંપર્ક કરવા માટે તમારી વ્યાવસાયિક વિગતો એકત્રિત કરી શકીએ છીએ, અથવા, જો તમે સરકારી અધિકારી હોવ, તો કોર્પોરેટ સંચાર,  કોર્પોરેટ બાબતો, વ્યક્તિઓની ભરતી અને એન્ગેજ્મન્ટ માટે, અને જાહેર બાબતો હેતુઓ માટેનીસગવડ માટે અમે તમારા રાજકીય મંતવ્યો દર્શાવતો ડેટા એકત્રિત કરી અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

 

  • સીવી / રિઝ્યૂમે અને ભરતી માટે સુસંગત માહિતી અમને યોગ્ય લોકોની ભરતી કરવામાં સક્ષમ કરવા માટે.

 

  • સોર્સિંગ અને પ્રાપ્તિને સબંધિત માહિતી જેથી અમારા સપ્લાયર્સ સાથે કરારની શરતો સ્થાપિત કરી શકીએ, સપ્લાયરના ઉત્પાદનો અથવા સેવાઓ માટે ચૂકવણી, ફરીથી કોલ્સ કરવા મેટ અને વોરંટી મેળવવા, અમને લાગુ પડતી એકાઉન્ટિંગની જવાબદારીને અનુસરવા માટે, માંગ આયોજન હાથ ધરવા અને સામાન્ય રીતે અમારી સપ્લાયર્સ સાથે સંબંધોમાં મદદ મળે તે માટે

 

  • અમારા બી2બી ગ્રાહકો સંબંધિત માહિતી જેથી અમારા ગ્રાહકો સાથે સંબંધો જાળવી શકાય અને અમારો કારોબાર વિકસાવી શકાય, અમારા ઉત્પાદનો અને સેવાઓ ડિલીવ કરવા માટે, અમારા ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકાય, અમારા ઉત્પાદનો અને સેવાઓનું ઇન્વોઇસિંગ કરી શકાય, કોર્પોરેટ ગવર્નન્સ હેતુઓ માટે અને અમને લાગુ પડતી એકાઉન્ટિંગની જવાબદારીને અનુસરી શકાય.

 

  • અમારા પ્રોડક્ટ્સના વ્યક્તિગત ગ્રાહકોને લગતી માહિતી જેથી, જો લાગુ કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી, અમારા પ્રોડક્ટ્સ અને સેવાઓ (અથવા થર્ડ પાર્ટીના) ને પ્રોત્સાહન આપતી માર્કેટિંગ સંદેશાવ્યવહાર સાથે અમારા ઉત્પાદનોના વ્યક્તિગત ગ્રાહકો પૂરા પાડવા, અમારા ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા માટે, તેમજ અમારા ઉત્પાદનો પરની ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વધુ સામાન્ય રીતે કહીએ તો વ્યક્તિગત ગ્રાહકો સાથેના અમારા સંબંધોમાં સુધારો કરવા માટે.

 

  • અમારી ઑનલાઇન હાજરી દ્વારા મેળવેલા યૂઝર જનરેટેડ કન્ટેન્ટ જેથી અમારી પ્રોડક્ટ્સના અમારા ગ્રાહકો અને વ્યક્તિગત ગ્રાહકો સાથે સારી રીતે વ્યસ્ત રહી શકાય, તેમજ અમારા ઉપભોક્તાઓ સાથે વાતચીત કરવા અને તેમની ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે

 

  • શોધકર્તાઓ વિશેની માહિતી જેથીપેટન્ટ અથવા સમાન રજિસ્ટર્ડ બૌદ્ધિક સંપત્તિ અધિકારો માટે મેકકેઇના લાભ માટે લાગુ પાડી શકાય કે સોંપી શકાય.

 

  • સ્વાસ્થ્ય પ્રત્યેના ગંભીર જોખમો સામે રક્ષણ માટેની માહિતી તમને અને ગ્રાહકો અથવા ઠેકેદારો જેવી અન્ય વ્યક્તિઓને સુરક્ષિત રાખવા અને જાહેર હિતમાં જોખમ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરવા માટે અમને મંજૂરી આપવા માટે.

 

  • આઈડી માહિતી અનધિકૃત વ્યક્તિઓને તમારા વ્યક્તિગત ડેટાની પહોંચ મેળવવા, બદલવા અથવા ડીલીટ કરવા રોકવા માટે મદદ કરવા માટે.

 

  • આંતરિક વહીવટી હેતુઓ અમને ઓડિટ, ડેટા વિશ્લેષણ, ટકાઉ ખર્ચ લાભ, પાલન, શાસન અને કાનૂની, કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર), સુરક્ષા, ચૂકવણીપાત્ર અને પ્રાપ્ત કરવા યોગ્ય એકાઉન્ટ્સ માટે માન્યતા આપવા અને ડેટાબેઝ રેકોર્ડ્સ સહિતના બિઝનેસનું સંચાલન કરવા.

 

  • સંયુક્ત માહિતી, તમારી જરૂરિયાતો અને રુચિઓને સારી રીતે સમજવા માટે અને જો લાગુ કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તો તે હદ સુધી, અમે તમારા વિશે એકત્રિત કરેલી અન્ય માહિતી સાથે, પછી તે ઑનલાઇન હોય કે ઑફલાઇન, અથવા અન્ય સ્રોતો (જેમ કે અમારા તૃતીય પક્ષ જાહેરાત ભાગીદારો) માંથી પ્રાપ્ત ડેટા સાથે તમે અમને પૂરો પાડેલ વ્યક્તિગત ડેટા એકત્રિત કરી શકીશું. આ રીતે અમે તમને સૌથી શ્રેષ્ઠતમ ગ્રાહક અનુભવ પ્રદાન કરી શકીએ છીએ અને તમને જાહેરાતો આપી શકીએ છીએ અથવા તો તમારી રુચિઓ અને પસંદગીઓને અનુરૂપ એવી રીતે તમારી સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો લાગુ કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તો તે હદ સુધી:
    • અમે તમારા ઇમેઇલ સરનામાંના ક્રિપ્ટોગ્રાફિક હેશને તૃતીય પક્ષ જાહેરાત ભાગીદારો જેમ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જ્યાં તમે નોંધાયેલા વપરાશકર્તા છો (હેશીંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને, તમારું ઇમેઇલ સરનામું તૃતીય પક્ષને જાહેર કરવામાં આવતું નથી) સાથે શેર કરી શકીએ છીએ. જો અમારા તરફથી હેશ કરેલ ઇમેઇલ સરનામું તૃતીય પક્ષ જાહેરાત ભાગીદાર પાસેના હેશ ઇમેઇલ સરનામાંથી મેળ ખાતું હોય, તો તૃતીય પક્ષ તમને તે વ્યક્તિઓના જૂથના ભાગ રૂપે ઓળખે છે કે જેના પર અમારી જાહેરાતો તેની વેબસાઈટ અથવા અન્ય માધ્યમો પર આપી શકાય છે; અને
    • તૃતીય પક્ષ જાહેરાત ભાગીદાર અમને તમે જેની સાથે જોડાયેલા છો તે વસ્તી વિષયક જૂથ વિશે ચોક્કસ એકંદર વસ્તી વિષયક માહિતી પ્રદાન કરી શકે છે, તમારા પ્રોફાઇલ અને તૃતિય પક્ષનાં જાહેરાત ભાગીદારો પાસે રહેલી સામગ્રીમાંથી પ્રાપ્ત થઇ હોય.

 

  • ડી-આઇડેન્ટીફાઇડ (ઓળખ કાઢી નખાયેલ)/અનામીકૃત માહિતી ઉપર સમજાવ્યા મુજબ વલણોને ઓળખવા, અમારા બિઝનેસનું સંચાલન કરવા, આંકડાકીય માહિતી વિકસાવવા, અમે કેવી કામગીરી કરી રહ્યા છીએ તે સમજવા માટે, અથવા સંબંધિત માહિતી, સેવાઓ અથવા વ્યક્તિગત માહિતીને અન્ય માહિતી સાથે જોડીને પ્રાપ્ત કરેલી ઑફરો વિકસાવવા માટે.

 

સંજોગો પર આધાર રાખીને, અમે નીચેના હેતુઓ માટે પણ તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ:

 

  • કોર્પોરેટ સંચાર હેતુઓ માટે અને જાહેર બાબતોના હેતુઓ (વિશિષ્ટ ફરિયાદોનો જાહેર પ્રતિસાદ આપવા સહિત, જો જરૂરી હોય તો) માટે
  • તમારી ટિપ્પણીઓ અને પ્રશ્નોના જવાબ આપવા (સમસ્યા ઉકેલ)
  • ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે (ઉદાહરણ તરીકે, ઉત્પાદનની ગુણવત્તાને લગતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, ઉત્પાદનને પાછા મંગાવવા, ટ્રેક કરવા અને તેનો પ્રતિસાદ આપવા માટે)
  • વેચાણ અને માર્કેટ રિસર્ચ સંચાલન કરવા માટે (ઉદાહરણ તરીકે, સર્વેક્ષણ દ્વારા)
  • રિસર્ચ અને વિકાસનું સંચાલન કરવા માટે (ઉદાહરણ તરીકે, ઉત્પાદનની વિભાવનાના પત્રવ્યવહાર દ્વારા)
  • જ્યારે આપણે ઇવેન્ટ્સ ગોઠવીએ ત્યારે તમારી જાતે નોંધણી કરાવવી
  • જો લાગુ કાયદા દ્વારા અમુક હદ સુધી મંજૂરી હોય તો, માર્કેટિંગ હેતુઓ માટે
  • વ્યવસાય સંબંધો સુધારવા માટે
  • જાહેર બાબતોનાં હેતુઓ માટે
  • છેતરપિંડી સામે રક્ષણ કરવા અને રોકવા માટે અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ, અનધિકૃત વ્યવહારો, દાવાઓ અને અન્ય જવાબદારીઓ અને જોખમના વિગોપનને પ્રબંધિત કરવા માટે.
  • કાનૂની વિવાદોને સંભાળવા માટે
  • કોર્પોરેટ વ્યવહારો હાથ ધરવા (મર્જર, એક્વિઝિશન અને હિસ્સાવેચાણ સહિત); અને
  • સામાન્ય રીતે, અમારા ઉત્પાદનો અને સેવાઓને સુધારવા અને વધારવા માટે.

 

અમે કોઈ પણ હેતુ માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીશું નહીં જે આ પોલિસીમાં અનુસાર અસંગત છે, સિવાય કે તમે વધારાના વિશિષ્ટ હેતુઓ માટે અમને તમારી મુક્ત અને સુમાહિતગાર સંમતિ આપો.

 

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

અમે સોશિયલ મીડિયાનાં સંદર્ભમાં એકત્રિત કરેલા વ્યક્તિગત ડેટાનો માર્કેટિંગ હેતુઓ માટે અને અમારી જાહેરાતની પ્રવૃત્તિઓમાં સુધારો કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. વધુમાં, અમે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છીએ અને અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં આ સોશિયલ મીડિયા/ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંયુક્ત નિયંત્રકો તરીકે કાર્ય કરીએ છીએ.  ઉદાહરણ તરીકે, આ એ કિસ્સો હોઇ શકે છે જ્યારે અમુક ચોક્કસ મીડિયા પ્લેટફોર્મનો લોકો અમારી વેબસાઇટ પર દેખાતો હોય.

 

ડેટા સુરક્ષા કાયદાઓનું અનુપાલન કરવા માટે અમે લાગું પડતા સોશિયલ મીડિયા/ઓનલાઇન પ્લેટફોર્મ પ્રદાતા સાથે કથિત “સંયુક્ત નિયંત્રક સમજૂતિ” માં દાખલ થયા છીએ. આ સમજૂતિઓ અને ફેસબૂક તથા ગૂગલ જેવા સોશિયલ મીડિયા/ઓનલાઇન પ્લેટફોર્મ પ્રદાતાઓ કેવી રીતે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરે છે (તેઓ અવલંબન રાખે છે તેવા કાનૂની આધારો અને આ સોશિયલ મીડિયા/ઓનલાઇન પ્લેટફોર્મ પ્રદાતાઓ સામે તમારા હક્કો ક્રિયાન્વિત કરવાનાં માર્ગો સહિત) પર વધુ માહિતી વિનંતી ગોપનિયતા અધિકારીને

 

 

અમે ક્યા આધારે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીએ છીએ?

અમે તમારા વ્યક્તિગત ડેટાને એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે:

 

  • આ અમારા કાયદેસર હિતમાં છે. આ કિસ્સો છે, ઉદાહરણ તરીકે, જ્યારે અમે તમારા વ્યક્તિગત ડેટાને એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ:
    • અમારા ઉત્પાદનો અને સેવા ઓફરિંગ્સ સુધારવા
    • અમારા ગ્રાહકો અને તેમની બદલાતી જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવી
    • ગ્રાહકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ માટે અમારા માર્કેટિંગ પ્રવૃત્તિઓ તૈયાર કરવી
    • અમારા સપ્લાયર અને ગ્રાહક સંબંધોનું સંચાલન કરવા; અને
    • છેતરપિંડી અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને જોખમ પ્રત્યેના વિગોપનનું પ્રબંધન કરવા માટે.

 

  • આ જરૂરી એટલા માટે છે કે:
    • તમારી સાથે અમારા કરારનું પાલન કરવા (ઉદાહરણ તરીકે, કરાર પરિપૂર્ણતાના હેતુઓ માટે પોર્ટલ સબ્સ્ક્રાઇબર માહિતીનો ઉપયોગ)
    • નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવા (ઉદાહરણ તરીકે, જ્યારે ખોરાક સલામતીના નિયમનોનું પાલન કરવા માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવો અમારા માટે અનિવાર્ય હોય);
    • અમારી કંપનીનું રક્ષણ કરવા અને કાયદાનું અનુપાલન કરવા;
    • તમે અમને તમારા વ્યક્તિગત ડેટા પર પ્રોસેસ કરવા માટે તમારી પૂર્વ સંમતિ તેની પુષ્ટિ કરવા. ઉદાહરણ તરીકે, અમુક સંજોગોમાં અમે તમારી ઇલેક્ટ્રોનિક સંપર્ક વિગતો (ઉદાહરણ તરીકે, ઇમેઇલ સરનામું) નો ઉપયોગ કરતા પહેલા તમને અમારા ઉત્પાદનો અથવા સેવાઓ પ્રમોટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સંચાર મોકલવા માટે તમારી પૂર્વ સંમતિ માંગીશું.

 

જો તમે મૅકકેઇનની કોઈપણ વેબસાઈટ્સ, એપ્લિકેશન્સ અથવા સોશિયલ મિડીયા પેજીસની મુલાકાત લો છો અથવા ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે અમે તમારી વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ, તો પછી જો લાગુ પડતા કાયદાની હેઠળ માન્ય હોય તમે આ પોલિસી વાંચી છે અને સ્વીકારી છે તેવું માનવામાં આવશે.

 

ઉદાહરણ તરીકે, અમારી ભરતી પ્રક્રિયા દરમિયાન, જ્યારે જાહેર સ્રોતમાંથી (ઉદાહરણ તરીકે, તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ) ઉપલબ્ધ હોય ત્યારે અમે તમારા કેટલાક વ્યક્તિગત ડેટાને એકત્રિત કરી શકીએ છીએ.

 

 

જો તમે અમે વિનંતી કરીએ કે પૂછીએ તો વ્યક્તિગત ડેટા સાથે અમને પૂરો પાડતા નથી તો અમે શું તમારો વ્યક્તિગત ડેટાની પ્રોસેસ કરવાનું અટકાવી દઇએ છીએ?

અમારી સેવાઓ અને પ્રોડક્ટ્સની ગુણવત્તા, તેમજ અમારી કાનૂની અને કરારની જવાબદારીઓનું પાલન કરવાની અમારી ક્ષમતા, કેટલીક વખત મેકકેઇનને ચોક્કસ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવા અને સક્ષમ થવા પર આધાર રાખે છે.

 

તેથી, અને સંજોગોને વશ થઇને, જો આપ અમને વિનંતી કરવાથી વ્યક્તિગત માહિતી આપતા નથી થવા તો જો તમે કહો કે અમે તમારા વ્યક્તિગત ડેટાની પ્રોસેસ અટકાવી દઇએ, તો અમારા ઉત્પાદનો અથવા સેવાઓની ગુણવત્તા પર અસર થઈ શકે છે અથવા તે એક કે વધુ કાનૂની અથવા કરારની જવાબદારીઓનો ભંગ ગણાશે. કેટલાક કિસ્સાઓમાં, જો અમને તમારા વ્યક્તિગત ડેટા પર પ્રોસેસ કરવાની મંજૂરી આપવામાં ન આવે, તો તે તમને અમારા ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરવા અથવા અમારા સંબંધોની તમારી સાથે સમાપ્તિમાં પરિણમી શકે છે.

 

 

અમે વ્યક્તિગત ડેટાનો કોની પાસે ખુલાસો કરી શકીએ?

અમે તમારા વ્યક્તિગત ડેટાને વેચતા અથવા ભાડે આપતા નથી. અમે ફક્ત થર્ડ પાર્ટી સાથે વ્યક્તિગત ડેટાને જ શેર કરીએ છીએ જે ઓછામાં ઓછા આ પોલિસીની શરતો સાથે બંધાયેલા છે કેમ કે આ પાલિસી ફક્ત નીચે પ્રમાણે જ છે:

 

  • આનુષંગિકો - અમે અમારા કોઈપણ આનુષંગિકો અથવા સહાયક કંપનીઓ સાથે વ્યક્તિગત ડેટા શેર કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, ગ્રાહક સેવા પ્રદાન કરવા, અમારી સ્પર્ધાઓ, સ્વીપસ્ટેક્સ અને લોયલ્ટી પ્રોગ્રામ્સનું સંચાલન કરવા અથવા અમારા ઉત્પાદનો અને સેવાઓ સુધારવાના હેતુથી. અમે તમારા વ્યક્તિગત ડેટાને આનુષંગિકો અથવા સહાયક કંપનીઓ સાથે પણ શેર કરી શકીએ છીએ જે મેકકેઇનની અંદર શેર કરેલ સેવાઓ પ્રદાન કરે છે, ઉદાહરણ તરીકે, ઉત્પાદનોની ખરીદી અને વેચાણ, નાણાકીય અને એકાઉન્ટિંગ સપોર્ટ, રેકોર્ડકીપિંગ, ગ્રાહક બિલિંગ અને એકત્રિકરણ, ઓર્ડર પ્રોસેસિંગ, ક્રેડિટ કંટ્રોલ, એકાઉન્ટ્સ ચૂકવણીપાત્ર પ્રક્રિયા, અને અંદાજો અને પરિણામોની તૈયારી અને રિપોર્ટિંગના સંબંધમાં. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા પ્રાયવસી અધિકારીનો સંપર્ક કરો આના પર કરો [email protected].

 

  • સર્વિસ પ્રદાનકર્તાઓ - અમે ઉદાહરણ તરીકે, અમારી વેબસાઈટ, અમારી સ્પર્ધાઓ, સ્વીપસ્ટેક્સ અને લોયલ્ટી પ્રોગ્રામ્સનું પ્રશાસન, અમારી ગ્રાહક સેવાની જોગવાઈ, અમારું સીસીટીવી સર્વેલન્સ, અમારી માર્કેટ રિસર્ચ અને વેચાણ, અમારી ભરતીઓ, અમારી આર-એન્ડ-ડી પ્રવૃત્તિઓ અથવા અમારો જનસંપર્ક, આઇટી સિસ્ટમ્સ અથવા સોફ્ટવેર, આઇટી સપોર્ટ, દસ્તાવેજ અને માહિતી સંગ્રહ, મુસાફરી અને ગતિશીલતા, અનુવાદ સેવાઓ અને કચરાના નિકાલ સેવાઓ સંબંધિત સેવાઓ પ્રદાન કરનાર તૃતીય પક્ષ સાથે વ્યક્તિગત ડેટા શેર કરીએ છીએ. આ સેવા પ્રદાતાઓ જ ફક્ત તેમના કાર્યો કરવા માટે જરૂરી વ્યક્તિગત ડેટામાં ઍક્સેસ કરી શકે છે, ફક્ત અમારા વતી અને અમારી સૂચનાઓ હેઠળ કાર્ય કરે છે, અને આવા કાર્યો કરતા અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ ન કરી શકે. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા પ્રાયવસી અધિકારીનો સંપર્ક કરો આના પર કરો [email protected].

 

  • ગ્રાહકો – ટ્રેસેબિલિટી (ભાળ મેળવી શકવાની ક્ષમતા) અને અન્ય નિયમનકારી અથવા કરારની જરૂરિયાતોને પહોંચી વળવા અથવા સમસ્યાના નિરાકરણને સરળ બનાવવા માટે અમે અમારા ડેટાને (ઉદાહરણ તરીકે, જ્યારે ખાસ હેતુ ધરાવતા પોર્ટલ્સ દ્વારા એકત્રિત કરવામાં આવે છે) ત્યારે શેર કરી શકીએ છીએ.

 

  • કાનૂની - અમે વ્યક્તિગત ડેટા ટુ અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ અને અન્ય સરકારી સંસ્થાઓ સમક્ષ ખુલ્લો પાડી શકીએ છીએ, જ્યાં અમે માનીએ છીએ કે આમ કરવુ તે કોઈપણ લાગુ કાયદા, નિયમન અથવા કાયદાકીય પ્રોસેસ અનુસારનું છે અથવા જરૂરી છે. કાનૂની દાવાઓની સ્થાપના અને સંરક્ષણ માટે અથવા ટ્રાન્ઝેક્શનમાં સહાય માટે (ઉદાહરણ તરીકે, મર્જર, એક્વિઝિશન અથવા ડાઇવેસ્ટમેન્ટ સંબંધિત સહાય આપવા માટે) બાહ્ય કાનૂની કાઉન્સલને અથવા આવી કાનૂની બાબતોમાં રોકાયેલ અન્ય તૃતીય પક્ષકારોને (ઉદાહરણ તરીકે, કોર્ટ કાર્યવાહીમાં પ્રતિકૂળ પક્ષને, ન્યાયિક નિષ્ણાતોને, દાવા સાથે સંકળાયેલા અન્ય હોદ્દેદારો, વગેરેને) અમે વ્યક્તિગત ડેટા પણ જાહેર કરી શકીએ છીએ.

 

  • કારોબાર સ્થાનાંતરણ – પુનર્રચના, મર્જર અથવા વેચાણની ઘટનામાં, અમે કોઈ પણ અને તમામ વ્યક્તિગત ડેટા કે પુનર્ચના, મર્જર અથવા વેચાણમાં સામે હોય તેવી સંબધિત થર્ડ પાર્ટીને ડેટા સબજેક્ટની સંમતિ હોય અને લાગુ પડતા ગોપનીય કાયદા હેઠળ આવશ્યક હોય તો સ્થાનાંતરિત કરી શકીએ છીએ.

 

  • તૃતીય પક્ષ જાહેરાત ભાગીદારો – અમે તૃતીય પક્ષ જાહેરાત ભાગીદારો સાથે વ્યક્તિગત ડેટા શેર કરી શકીએ છીએ જેઓ જાહેરાતની અસરકારકતાને માપવા અને જે તમારી રુચિઓ અને પસંદગીઓને શ્રેષ્ઠ રીતે સંતોષે તે જાહેરાતો અને અન્ય ઉત્પાદનો અને સામગ્રીઓ સાથે તમને સેવા આપવા માટે અમારી વેબસાઈટ્સ અથવા અન્ય વેબસાઈટ્સ અથવા મીડિયા પર જાહેરાતો મૂકે છે. આ તૃતીય પક્ષ જાહેરાત ભાગીદારો અમને તમારી અથવા તમારા વસ્તી વિષયક જૂથ વિશેની ચોક્કસ માહિતી પણ પ્રદાન કરી શકે છે જે કિસ્સામાં અમે તમારી રુચિઓ અને પસંદગીઓને વધુ સારી રીતે સમજવા માટે અમે આ માહિતીને તમારા વિશે પહેલેથી જ એકત્રિત કરી છે તેની સાથે જોડી શકીએ છીએ.

 

  • તૃતીય પક્ષ ડેટા સર્વિસ પ્રદાનકર્તાઓ - અમે  તૃતીય પક્ષ ડેટા સર્વિસ પ્રદાનકર્તાઓ સાથે વ્યક્તિગત ડેટા શેર કરી શકીએ જે અતિરિક્ત માહિતી પ્રદાન કરીને અમારા ગ્રાહકોના ભાગ પાડવામાં અને તેમને સમજવામાં મદદ કરે છે જેથી અમને જે સૌથી વધુ સુસંગત, લક્ષિત અને લાભકારક ઉત્પાદન ઑફરો અને જાહેરાતો લાગે તે અમે તમને મોકલી શકીએ.

 

  • તમારી સંમતિ સાથે - અમે તમારી પૂર્વ સંમતિને આધિન અન્ય થર્ડ પાર્ટીઓ સાથે વ્યક્તિગત ડેટાને પણ શેર કરી શકીએ છીએ.

 

 

અમે તમારા વ્યક્તિગત ડેટાને કેવી રીતે સુરક્ષિત કરીએ છીએ?

લાગુ કાયદા દ્વારા આવશ્યકતા હોય તે અનુસાર નુકશાન, ચોરી, દુરૂપયોગ અને અનધિકૃત ઍક્સેસ, પ્રગટીકરણ, ફેરફાર અને વિનાશ સામે વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટે અમે વાજબી વહીવટીય,ટેકનિકલ અને વાસ્તવિક સેફગાર્ડઝ જાળવી રાખીએ છીએ.

 

કમનસીબે, ઇન્ટરનેટ મારફત માહિતીનું પ્રસારણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. અમારા સેફગાર્ડઝ હોવા છતાં, અમે ઈન્ટરનેટ મારફતે અમને પ્રસારિત માહિતીની સુરક્ષાની બાંયધરી આપી શકતા નથી. એકવાર તમારી માહિતી પ્રાપ્ત થઈ જાય તે પછી, અમે તેને સુરક્ષિત રાખવા માટે વાજબી સેફગાર્ડઝ હાથ ધરીશું.

 

 

તમારી અંગત માહિતી ક્યાં સંગ્રહિત છે?

મેકકેઇન વૈશ્વિક ધોરણે સંચાલન કરે છે, અને તમારા વ્યક્તિગત ડેટાને તમારા સ્થાનિક ન્યાયક્ષેત્રની બહારના સહિત, એક કરતા વધુ ન્યાયક્ષેત્રમાં તેના અથવા તેના સેવા પ્રદાતાઓ દ્વારા સંગ્રહિત અને તેની પર પ્રોસેસ કરી શકાય છે.

મેકકેઇન ફ્લોરેન્સવિલે, ન્યૂ બ્રુન્સવિક, કેનેડા ખાતે અમારી સુવિધાઓ પર વ્યક્તિગત ડેટા સંગ્રહ કરે છે અને/અથવા અમારી સ્થાનિક અથવા પ્રાદેશિક ઓફિસો પર વ્યક્તિગત ડેટા સંગ્રહિત કરે છે.

 

મેકકેઇનની એવી પોલિસીઓ અને કાર્યપ્રણાલિ પોતાની પાસે ધરાવે છે કે જેથી અમે સલામતી બનાવ કે જે અકસ્માત અથવા ગેરકાયદેસર વિનાશ, નુકશાન, ફેરફાર, અનધિકૃત ખુલાસા અથવા તમારી વ્યક્તિગત ડેટામાં ઍક્સેસની ઘટનામાં અમે લાગુ પડતા કાયદાઓનું પાલન કરીએ.

 

તે ઘટનામાં જયારે અમે કોઈ પણ વ્યક્તિગત ડેટા આંતરરાષ્ટ્રીય રીતે સ્થાનાંતરિત કરીએ છીએ, અમે લાગુ કાયદા અનુસાર જ આવું કરીશું અને અમારે માટે તે જરૂરી હશે કે વ્યક્તિગત ડેટા માટે સુરક્ષાનું પૂરતું સ્તર છે અને તે કે યોગ્ય સુરક્ષા ઉપાયો સ્થાપિત છે.

 

વ્યક્તિગત ડેટા યુરોપિયન ઇકોનોમિક એરિયા (ઇઇએ) ની અંદર આવેલા દેશોમાંથી ખાસ કરીને કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા ઇઇએની બહારના દેશોમાં સ્થાનાંતરિત થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, અમારે માટે તે જરૂરી હશે કે જે નીચેની અગમચેતીઓ લેવામાં આવે છે:

 

  • દેશના કાયદાઓ કે જેના પર વ્યક્તિગત ડેટા સ્થાનાંતરિત થાય છે તે ઇયુ જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (2016/679) ના આર્ટિકલ1 હેઠળ ડેટા સુરક્ષાનું યોગ્ય સ્તર ધરાવે છે તે સુનિશ્ચિત કરે છે. કેનેડા માટે, પર્યાપ્તતા નિર્ણય ઉપલબ્ધ છે અહિં; અથવા
  • સ્થાનાંતરણ ઇયુ જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (2016/679) ના આર્ટિકલ2 c) અથવા ડી) હેઠળ યુરોપિયન કમિશન દ્વારા મંજૂર કરાયેલ માહિતી સુરક્ષા કલમોને આધિન ટ્રાન્સફર છે. માહિતી રક્ષણ કલમો વિશે વધુ માહિતી ઉપલબ્ધ છે અહીં ; અથવા
  • ઇયુ જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (2016/679) ના આર્ટિકલ 46 હેઠળ કોઈપણ અન્ય લાગુ પડતા સેફગાર્ડઝ

 

ઈઈએ ની બહાર વ્યક્તિગત ડેટા સ્થાનાંતરણ સંબંધિત અગમચેતીઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને [email protected] પર અમારા ગોપનીય અધિકારીને સંપર્ક કરો.

 

 

તમારા અધિકારો

લાગુ પડતા કાયદાઓના આધારે અને શરતે, તમારી પાસે વ્યક્તિગત ડેટા કે જે અમે તમારા વિશે અમારી પાસે ધરાવીએ છીએ તેના સંબંધમાં ચોક્કસ અધિકારો છે. આ અધિકારોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

 

  • તમારા વિશેનો વ્યક્તિગત ડેટા જે અમે ધરાવીએ છીએ તેની પહોંચ મેળવવાનો અધિકાર
  • ચોક્કસ સંજોગોમાં, તમારા વ્યક્તિગત ડેટાને વધુ અવરોધિત કરવાનો અથવા દબાવવા માટેનો, અધિકાર
  • વ્યક્તિગત ડેટા જે અમે તમારા વિશે ધરાવીએ છીએ તેની સુધારણા માટે વિનંતી કરવાનો અધિકાર જો તે માહિતી અચોક્કસ અથવા અપૂર્ણ હોય
  • અમુક પ્રકારની પ્રક્રિયાનો વિરોધ કરવાનો અધિકાર
  • ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ, તમારા વ્યક્તિગત ડેટા ડીલીટ કરવાની અથવા કાઢી નાખવાની વિનંતી કરવાનો અધિકાર
  • અમે તમારા વ્યક્તિગત ડેટાને કેવી રીતે હાથ ધરીએ છીએ અથવા તેની પ્રક્રિયા કરીએ છીએ તે વિશે સક્ષમ ડેટા સંરક્ષણ સુપરવાઇઝરી ઓથોરિટી (જેમ કે, તમારા સામાન્ય નિવાસના ઇયુ સભ્ય રાજ્યમાં, જેમ કે યુરોપમાં) સાથે ફરિયાદ નોંધાવવાનો અધિકાર.
  • જો તમારા વ્યક્તિગત ડેટાની અમારી પ્રક્રિયા ખાસ કરીને તમારી સંમતિ પર આધારિત હોય, તો કોઈપણ સમયે તે સંમતિ પાછી ખેંચવાનો અધિકાર
  • ચોક્કસ સંજોગોમાં, વ્યક્તિગત ડેટાજે અમે તમારા વિશે ધરાવીએ છીએ, તેને માળખાગત, સામાન્ય રીતે ઉપયોગમાં લઇ શકાય અને મશીન-વાંચી શકે તેવા સ્વરૂપમાં અમારી પાસેથી મેળવવાનો અધિકાર જેથી તમે તેને અલગ અલગ સેવાઓમાં તમારા પોતાના હેતુઓ માટે ફરી ઉપયોગ કરી શકો.

 

આ અધિકારોનો અમારા પ્રાયવસી અધિકારીને અહી સંપર્ક કરીને ઉપયોગમાં લઈ શકાય છે [email protected]. જો કે, કૃપા કરીને નોંધો કે અમે લાગુ કાયદા દ્વારા મંજૂરી અપાયેલી હદ સુધી, અમુક માહિતી જાળવી રાખવાની અથવા તેની પ્રક્રિયા ચાલુ રાખવાની જરૂર પડી શકે છે, ઉદાહરણ તરીકે, કાનૂની અથવા વહીવટી હેતુ માટે (ઉદાહરણ તરીકે, અકાઉન્ટીંગ રેકોર્ડ રાખવા માટે).

 

ઉપર જણાવેલ તમામ વિનંતીઓ માટે, કૃપા કરીને વિષય લાઇનમાં અમને "ડેટા ગોપનીયતા વિનંતી" સાથે એક ઇમેઇલ મોકલો અને અનધિકૃત વ્યક્તિઓ દ્વારા તમારા વ્યક્તિગત ડેટાની પહોંચ મેળવવા, બદલવા અથવા ડીલીટ કરી નાખવાનું રોકવામાં અમને મદદ કરવા તમારા ઓળખ કાર્ડની એક નકલ અથવા તમારા ઓળખના અન્ય પુરાવા (ઉદાહરણ તરીકે, ડ્રાઇવર લાઇસન્સ) શામેલ કરો .

 

વ્યવહારીક રીતે શક્ય તેટલી જલદી તમારી વિનંતિનો અમે પ્રતિસાદ આપીશું અને કાયદેસર કાયદા દ્વારા નિર્ધારિત કરેલ સમયમર્યાદા અંદર જ કરીશું.

 

 

ડાયરેક્ટ માર્કેટિંગ હેતુઓ માટે પ્રોસેસિંગનો વિરોધ કરવાનો તમારો અધિકાર

સીધા માર્કેટિંગના હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતીની પ્રોસેસને (કોઈ પણ દિશામાં તે સીધા માર્કેટિંગ સાથે સંબંધિત છે તે સહિતના પ્રોફાઇલિંગ સહિત) તમને કોઈ પણ સમયે વિરોધ કરવા માટે મુક્ત છો.

 

આ અધિકારનો ઉપયોગ અમારા પ્રાયવસી અધિકારીને [email protected] પર સંપર્ક કરીને કરી શકાય છે અથવા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ઉપયોગમાં લઇ શકાય છે, જેમ કે ઇમેઇલ સબ્સ્ક્રિપ્શંસમાંથી અનસબ્સ્ક્રાઇબ કરવા માટે લિંક દ્વારા.

 

 

બાળકો

બાળકો માટે મહત્વપૂર્ણ નોંધ

તમારું નામ, સરનામું, ઈ-મેલ સરનામું અથવા ઇંટરનેટ પર કોઈપણ અન્ય માહિતી પૂરી પાડવા પહેલાં, તમારા માતાપિતાને પૂછો કે જો તે ઠીક છે.

 

માતાપિતા માટે મહત્વની નોંધ

જો વેબસાઈટનાં કેટલાક ભાગો 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેનો નિર્દેશ કરતા હોય છતાં, 13 વર્ષની વયના બાળકોને માત્ર સ્પર્ધાઓ અથવા સ્વીપસ્ટેક્સમાં પ્રવેશવાની અને માબાપ અથવા કાયદેસરના વાલીની મંજૂરીથી કોઈ પણ વ્યક્તિગત ડેટા અમારી સાથે શેર કરવાની પરવાનગી છે. ઈ-મેલ દ્વારા અમારી સાથે વાતચીત કરતી વખતે, સ્પર્ધાઓ અથવા પ્રમોશનમાં દાખલ થવા અથવા ન્યૂઝલેટર્સ પ્રાપ્ત કરવા માટે, તમારા બાળકને ફક્ત તેના અથવા તેણીના માતાપિતા અથવા કાયદેસરના વાલીનુ ઇમેઇલ સરનામું પ્રદાન કરવા માટે કહેવામાં આવશે. એક બાળક જે લાગુ પડતા સ્થાનિક કાયદા હેઠળ આવતુ હોય તેની પોતાની અંગત માહિતીની પ્રોસેસ માટે સંમતિ આપવાની કાયદેસર અધિકૃતતા નથી, તેણે તેના અથવા તેણીના અંગત ડેટાને અમારી સાથે વહેંચતા પહેલા માતાપિતા અથવા કાનૂની વાલી પાસેથી પરવાનગી લેવી જોઈએ. આપણે શોધી કાઢીએ કે વ્યાજબી રીતે માનતા હોઇએ કે બાળકના વ્યક્તિગત ડેટાને એવી રીતે એકત્રિત કરવામાં આવી છે કે જે આ પોલિસી સાથે અસંગત છે, અમે તરત જ તે ચકાસવા માંગીએ છીએ કે બાળકના માતાપિતા અથવા કાયદેસરના વાલીએ પરવાનગી આપી છે, અથવા તો વ્યક્તિગત માહિતી કાઢી નાખો.

 

 

કૂકીઝ અને અન્ય ટેક્નોલૉજીસ

કૂકીઝ અને અન્ય, સમાન તકનીકોનો ઉપયોગ જ્યારે તમે અમારી વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે થાય છે. કૂકીઝ અને અન્ય વિશે વધુ માહિતી માટે, જ્યારે તમે અમારી વેબસાઈટની મુલાકાત લો ત્યારે ઉપયોગમાં લેવાતી સમાન તકનીકીઓ માટે, કૃપા કરીને સંબંધિત મેકકેઇન વેબસાઈટ પર ઉપલબ્ધ કૂકી માહિતીની સૂચના વાંચો અથવા અમારી વૈશ્વિક કૂકી પોલિસી વાંચો.

 

 

બાહ્ય લિંક્સ

આ પોલિસી કંપનીઓ દ્વારા વ્યક્તિગત ડેટાના સંગ્રહ, પ્રોસેસ અને ઉપયોગને લાગુ પડતી નથી કે જે અમે ધરાવીએ છીએ અથવા અમારા દ્વારા નિયંત્રિત નથી અથવા લોકોને અમે રોજગારીએ રાખ્યા નથી અથવા સંભાળતા નથી ("બાહ્ય પક્ષો"). અમારી કેટલીક વેબસાઈટો બાહ્ય પક્ષોની વેબસાઈટો અને સેવાઓ જેમ કે અમારા બિઝનેસ પાર્ટનર્સ અને સોશિયલ મિડીયા કંપનીઓની લિંક સાથે લિંક કરી શકે છે, અમે બાહ્ય પક્ષોની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ ધરાવતા નથી. વ્યક્તિગત ડેટા બાહ્ય પક્ષો દળો કેવી રીતે એકત્રિત કરે છે અને તેઓ કેવી રીતે આવા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરે છે તે વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને તેમની ગોપનીયતા પોલિસીઓ જુઓ.

 

 

અમે વ્યક્તિગત ડેટા કેટલો સમય સુધી રાખીએ છીએ?

મેકકેઇનમાં આંતરિક રીટેન્શન પોલિસીઓ અને કાર્યપ્રણાલિ છે જે ઉપરોક્ત હેતુના સંદર્ભમાં વ્યક્તિગત ડેટાના રીટેન્શન પિરિયડને નિર્ધારિત કરવા માટે નીચેના માપદંડ પર નિર્માણ કરે છે:

 

  • મેકકેઇન વેબસાઈટની તમારી છેલ્લી ક્રિયાપ્રતિક્રિયા પછી પસાર થયેલો સમય
  • ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરનાર ઉત્પાદક, સપ્લાયર અથવા તૃતીય પક્ષ સાથે કરારાધીન સંબંધનો અંત
  • પ્રોડક્ટ્સ અથવા સેવાઓ પાછી ખેંચવાનો સમય અથવા ઉત્પાદન અને સેવાઓ પર વૉરંટી અવધિની સમાપ્તિ
  • વ્યક્તિગત ડેટાની સંવેદનશીલતા
  • સુરક્ષાની વિચારણાઓ
  • મર્યાદાના લાગુ કાનૂન
  • ચાલુ અથવા સંભવિત દાવા અથવા વિવાદ; અને
  • વ્યક્તિગત ડેટાને જાળવી રાખવા માટે નિયમનકારી અથવા કાનૂની જવાબદારી (ઉદાહરણ તરીકે, અકાઉન્ટિંગ હેતુઓ માટે અથવા સીસીટીવી દેખરેખના સંદર્ભમાં).

 

 

પોલિસીમાં પુનરાવર્તનો

અમે આ પોલિસીને વખોત વખત અપડેટ કરી શકીએ છીએ. આ પોલિસીમાં ફેરફારની વેબસાઈટ પર પોસ્ટ કરેલી નોટિસ દ્વારા આવશ્યકપણે આપવામાં આવે તે ફરજિયાત નથી અને અમે ફેરફારો માટે સમયાંતરે પોલિસી ચકાસવા પ્રોત્સાહિત કરીએ છીએ. પોલિસીમાં ફેરફારો પોસ્ટ કર્યા પછી તમે મેકકેઇન વેબસાઈટનો સતત ઉપયોગ આનો અર્થ એ છે કે તમે તે ફેરફારો સ્વીકારો છો.

 

 

પોલિસીઓ વચ્ચે વિરોધાભાસ અથવા અસંગતતાઓ

જો આ પોલિસીની જોગવાઈ અને કોઈપણ અન્ય મેકકેઇન પોલિસીની જોગવાઈ વચ્ચે કોઈ વિરોધાભાસ અથવા અસંગતતા હોય જેનો આ પોલિસીમાં ઉલ્લેખ કરાયો હોય તો આ પોલિસી ચાલુ રહેશે.