મકૈઈન - વેબસાઇટ નિયમો અને શરતો

White colour block

મકૈઈનની વેબસાઇટમાં આપનું સ્વાગત છે! 

ઉપયોગી, માહિતીપ્રદ અને મનોરંજક બની શકે તે માટે અમે અમારી વેબસાઇટની રચના કરી છે. અમે આશા રાખીએ છીએ કે અમે તેમાં સફળ થયા છીએ - અને અમે આશા રાખીએ છીએ કે તમે અમને જણાવશો કે અમે અમારી વેબસાઇટ્સને વધુ સારી કેવી રીતે બનાવી શકીએ. 

બદલામાં અમે માત્ર તેવું ઇચ્છીએ છીએ કે તમે નિયમો અને શરતો ("નિયમો અને શરતો") નું પાલન કરો. કૃપા કરીને તે કાળજીપૂર્વક વાંચો, કારણ કે વેબસાઈટનો ઉપયોગ કરીને (નીચે પરિભાષિત કર્યા પ્રમાણે) તમે પૂર્વશરતો વિના તેમને માટે સંમત થાઓ છો. જો તમે તેમની સાથે સંમત થતા નથી, તો કૃપા કરીને વેબસાઈટનો ઉપયોગ કરશો નહીં. 

આ નિયમો અને શરતો વાંચવામાં તમને મદદ કરવા માટે: 

 • "મકૈઈન", "અમે", "આપણે", અથવા "અમારું" મકૈઈન ફુડ્સ લિમિટેડ અને તેના સંબદ્ધોને સંદર્ભિત કરે છે; અને
 • "તમે" અથવા "તમારા" નો ઉલ્લેખ વેબસાઇટને ઍક્સેસ કરનારને સંદર્ભિત કરે છે. 

 

મર્યાદિત લાઈસન્સ 

મકૈઈન તમને વેબસાઇટનો ઉપયોગ કરવા માટે મર્યાદિત લાઇસન્સ આપે છે જે આ નિયમો અને શરતો દ્વારા સંચાલિત થાય છે. આ મર્યાદિત લાઇસન્સ માત્ર તમને સમગ્ર વિશ્વ માટે નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવ્યું છે અને તે મકૈઈન દ્વારા અગાઉ નોટિસ વિના કોઈ પણ સમયે તે લાગુ કાયદાને અધીન રદ કરવાપાત્ર અને/અથવા સમીક્ષા કરવાને અધીન છે, ઉદાહરણ તરીકે, જ્યાં અમને લાગે કે તમે આમાંના કોઈ પણ નિયમો અને શરતોનો ભંગ કર્યો છે. 

સિવાય કે નીચે આપ્યા મુજબ સ્પષ્ટ રીતે પ્રદાન કરવામાં આવ્યું હોય, તમે www.mccain.com થી અથવા મકૈઈન દ્વારા સંચાલિત કોઈપણ અન્ય વેબસાઇટથી કોઈપણ વિષયવસ્તુ, માહિતી અથવા સામગ્રી (સામૂહિક રીતે, "વિષયવસ્તુ") (વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે "વેબસાઈટ") અને આ નિયમો અને શરતો જે વેબસાઇટ પર દર્શાવવામાં આવે છે અથવા લિંક થાય છે તેમનો ફરીથી ઉપયોગ ન કરવા સંમત થાઓ છો. 

વિશેષતઃ, તમે નીચે વર્ણન કરાયેલ મર્યાદિત લાઇસન્સ અને અપવાદો સિવાય, કોઈ પણ વસ્તુને, જે લાગુ પડે તે અનુસાર, આ કિસ્સામાં વેબસાઇટ, માં અથવા માંથી કૉપી, વિતરણ, પુનઃપ્રકાશન, અપલોડ, પોસ્ટ અથવા ટ્રાન્સમિટ ન કરવા માટે તમે સંમત થાઓ છો સિવાય કે પ્રથમ તમે અમારી લેખિત સંમતિ પ્રાપ્ત કરો. જાહેર જનતાના સભ્ય તરીકે, મકૈઈન તમને તમારા કમ્પ્યુટર પર ડિસ્પ્લે, પ્રિન્ટ, ડાઉનલોડ કરવા અને વિષયવસ્તુ અને અંતર્ગત એચટીએમએલ ટેક્સ્ટ, ઑડિઓ ક્લિપ્સ, વિડિયો ક્લિપ્સ અને અન્ય સામગ્રી જે વેબસાઈટ પર તમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે માટેનું મર્યાદિત લાઇસન્સ આપે છે; વ્યક્તિગત, માહિતીપ્રદ, બિન-પ્રતિબંધિત, બિન-વ્યાપારી હેતુઓ માટે જ, તે શરતે કે: 

 • તમે આવી કોઈ વિષયવસ્તુમાં ફેરફાર કરશો નહીં અથવા તેની ખોટી રજૂઆત કરશો નહીં; અને
 • આવી વિષયવસ્તુની દરેક કૉપી પર તમે સંબંધિત કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય માલિકીની નોટિસ (જેમાં તે નોટિસ શામેલ છે કે લાગુ પડતી કૉપી મર્યાદિત લાઇસન્સને અધીન છે) સાવિષ્ટ કરો છો, અને જે લાગુ પડે તે અનુસાર તેને કાઢી નાખો અથવા પરિવર્તિત અને પ્રદર્શિત કરશો નહીં 


તમે ટેક્સ્ટ, ઑડિઓ ક્લિપ્સ, વિડિઓ ક્લિપ્સ, ઈમેજીસ અને અન્ય સામગ્રી જે તમને વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે તે સહિત, અમર્યાદિતપણે વેબસાઈટની વિષયવસ્તુને જાહેર અથવા વ્યાપારી હેતુ માટે વિતરિત, પ્રકાશિત, ટ્રાંસ્મિટ, પુનઃઉપયોગ, ફરીથી પોસ્ટ અથવા ઉપયોગ કરી શકતા નથી.  

અમે સોફ્ટવેરની સંપૂર્ણ માલિકી અને વેબસાઈટના સંદર્ભમાં તેની સાથે સંકળાયેલા તમામ બૌદ્ધિક સંપત્તિના અને આવી વેબસાઇટના તમારા ઉપયોગ અને ઍક્સેસના અધિકારોને સંપૂર્ણપણે જાળવી રાખીએ છીએ. તમને વેબસાઈટમાં સમાવિષ્ટ વિષયવસ્તુને પુનઃવિતરિત અથવા વેચાણ કરવાની પરવાનગી નથી - અથવા તેને રિવર્સ-એન્જીનિયર, ડિસએસેમ્બલ અથવા અન્ય કોઈ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જેનો લોકો ઉપયોગ કરી શકે છે તેની પરવાનગી નથી. કૃપા કરીને નોંધો કે જો તમે મીડિયાના સભ્ય છો, તો તમે તમારા ઉપયોગ માટે સામગ્રી ડાઉનલોડ કરી શકો છો, તે શરતે કે તમે કોઈપણ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય માલિકીની સૂચનાઓ પણ કાઢી નાખો નહીં અથવા તેમાં પરિવર્તન કરો નહીં અને આવી વિષયવસ્તુના ઉપયોગ અને પુનરુત્પાદન સંબંધિત તમે યોગ્ય વ્યવસાય પદ્ધતિઓનું પાલન કરો. 

તમે સંમત થાઓ છો કે તમે કોઈપણ વિષયવસ્તુનો ઉપયોગ એવી રીતે કરશો નહીં કે જે તમારા અથવા તમારા ઉત્પાદનો અને મકૈઈનના ઉત્પાદનો સાથે કોઈ પણ સંબંધ, જોડાણ અથવા સમર્થન સૂચિત કરે. વિશિષ્ટપણે, વેબસાઇટની કોઈપણ ભાગની આસપાસ ફ્રેમ બનાવવાનું અથવા વેબસાઇટની વિઝ્યુઅલ પ્રસ્તુતિમાં ફેરફાર કરતી અન્ય તકનીકોનો ઉપયોગ કરવાનું પ્રતિબંધિત છે.  

મેકકેન ટ્રેડમાર્ક્સ અને કૉપીરાઇટ્સના સંદર્ભમાં કોઈ અધિકારો પ્રદાન કરવામાં આવ્યા નથી. મેકકેનના ટ્રેડમાર્ક્સ અને કૉપીરાઇટ્સનો કોઈ પણ અનધિકૃત ઉપયોગ દ્રઢપણે પ્રતિબંધિત છે. ઉલ્લંઘનની ઘટનામાં અમે તે અધિકારોનો સક્રિયપણે અમલ કરીશું અને કાનૂની કાર્યવાહીનો અધિકાર અમે અનામત રાખીએ છીએ.
 

પ્રતિબંધિત ઉપયોગો 

સિવાય કે આ નિયમો અને શરતો હેઠળ સ્પષ્ટપણે આમ કરવાની પરવાનગી આપવામાં આવી હોય, તમે સીધી કે આડકતરી રીતે નિમ્નલિખિત ન કરી શકો અને અન્ય લોકોને તેમ કરવાની મંજૂરી આપી શકો નહીં: 

 • વેબસાઈટ પર કોઈ પણ વિષયવસ્તુની કૉપી, કૉપીરાઇટ અથવા તેમાં સમાવિષ્ટ અન્ય માલિકીની નોટિસ અથવા આવી વિષયવસ્તુ માંથી દૂર કરવી
 • વેબસાઇટની વિષયવસ્તુનું કોઈપણ રીતે વેચાણ કરવું, ફેરફારો કરવા, તેના વ્યુત્પન્ન કાર્યો કરવા અથવા તેમાં ફેરફારો કરવાના પ્રયત્નો કરવા, અથવા પુનરૂત્પાદન અથવા જાહેરમાં દર્શાવવી, ચલાવવી અથવા વિતરિત કરવી અથવા અન્યથા તેની પહોંચ પ્રદાન કરવી અથવા વેબસાઈટ પરની કોઈ પણ વિષયવસ્તુનો જાહેર, વ્યવસાયિક અથવા બિન- શૈક્ષણિક અથવા બિન-વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરવો, કોઈપણ અન્ય વેબસાઈટ પર બિઝનેસની જાહેરાત કરવી અથવા તેનો પ્રસ્તાવ મૂકવો અને તેનો ઉપયોગ કરવા સહિત પણ ત્યાં સુધી મર્યાદિત નહીં
 • વેબસાઈટ પરની કોઈપણ વિષયવસ્તુને અન્ય કોઈ વ્યક્તિને સ્થાનાંતરિત કરવી
 • સિવાય કે ઉપર વર્ણવેલ મર્યાદિત લાઇસન્સમાં સ્પષ્ટપણે પરવાનગી આપવામાં આવી હોય, કોઈપણ HTML (એચટીએમએલ) અથવા અન્ય કમ્પ્યુટર સોફ્ટવેર જે વેબસાઈટ પર અભિગમ્ય છે તેની પ્રિન્ટ અથવા કૉપી કરવી
 • વેબસાઈટનો તેવી રીતે ઉપયોગ કરવો જેથી તેને નુકસાન પહોંચે, અક્ષમ થાય, વધુપડતો ભાર પડે, નુકસાન પહોંચે, તેની સુરક્ષા સાથે દખલ કરે, તેના કાર્યને નકારાત્મક રીતે અસર કરે અથવા અન્યથા વેબસાઈટ અથવા કોઈપણ સેવાઓ, સિસ્ટમ સ્રોતો, એકાઉન્ટ્સ, સર્વર, નેટવર્ક્સ, સંલગ્ન અથવા લિંક કરેલી સાઇટ્સ (નીચે વ્યાખ્યાયિત અનુસાર) જે વેબસાઈટના માધ્યમે જોડાયેલી છે અથવા અભિગમ્ય છે (અમારી સાઇટ્સ પર કમ્પ્યુટર વાયરસ, ટ્રોજન હોર્સ, વર્મ્સ અથવા અન્ય ફાઇલો, માલવેર અથવા કમ્પ્યુટર પ્રોગ્રામ જે સંભવિતપણે નુકસાનકારક, વિધ્વંસક અથવા વિનાશક છે તે અપલોડ કરવા, પોસ્ટ કરવા અથવા અન્યથા ટ્રાન્સમિટ કરવા અથવા તે વેબસાઈટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગેરવાજબી અથવા અપ્રમાણસરપણે મોટો ભાર મૂકે છે; અથવા કોઈપણ રોબોટ, સ્પાઈડર, સ્ક્રેપર અથવા અન્ય સ્વયંસંચાલિત પ્રોગ્રામ અથવા ડિવાઇસ અથવા વેબસાઈટ અથવા વેબસાઈટ પરની વિષયવસ્તુની માહિતીનું સંપૂર્ણ અથવા આંશિકપણે અનુશ્રવણ, કૉપી, સારાંશ અથવા અન્યથા માહિતી બહાર કાઢવા માટે મેન્યુઅલ પ્રક્રિયાનો ઉપયોગ કરવો તે સહિત પણ અમર્યાદિતપણે)
 • અમારી વેબસાઈટના સંબંધમાં બીજાના એકાઉન્ટ, પાસવર્ડ અથવા અન્ય માહિતીનો ઉપયોગ કરવો અથવા તેવો પ્રયાસ કરવો; વેબસાઇટ પર ખોટી ઓળખાણ બનાવવી અથવા તેનો ઉપયોગ કરવો અથવા કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટીનો સ્વાંગ ધારણ કરવો; અથવા અન્ય કોઈ વ્યક્તિ અથવા એન્ટિટી સાથે તમારા જોડાણનું ગેરપ્રતિનિધિત્વ કરવું; વેબસાઇટ પર અનધિકૃત ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરવો; અથવા વેબસાઈટ અથવા મકૈઈનને કોઈપણ અપૂર્ણ, ખોટી અથવા અચોક્કસ માહિતી મોકલવી
 • કોઈપણ અન્ય વ્યક્તિના ઉપયોગ અથવા વેબસાઈટ અથવા સંલગ્ન અથવા લિંક કરાયેલ સાઇટ્સ (નીચે વ્યાખ્યાયિત અનુસાર) અથવા તેની કોઈપણ સેવાના ઉપયોગ અથવા આનંદમાં વિક્ષેપ કરવો અથવા દખલ કરવી
 • વેબસાઇટ પર પોસ્ટ કરેલી કોઈપણ સામગ્રીને કાઢી નાખો અથવા તેનું પુનરાવર્તન કરો
 • અન્ય વપરાશકર્તાઓ અથવા વેબસાઈટના દર્શકો વિશેના વ્યક્તિગત ડેટાને એકત્રિત કરો અથવા સંગ્રહ કરો; અને
 • વધુ સામાન્ય રીતે, એવી રીતે કાર્ય કરો કે જે કાર્ય એક વાજબી વ્યક્તિ કરશે નહીં. 

 

કાયદા સાથે અનુપાલન 

તમે સંમત થાઓ છો કે વેબસાઇટ પરની વિષયવસ્તુના ઉપયોગના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવતી તમારી ક્રિયાઓ અને સંચારો માટે એક માત્ર તમે જવાબદાર છો અને તે કે તમે લાગુ થતા તમામ કાયદાઓનું અથવા પ્રવૃત્તિઓના તમારા ઉપયોગ અથવા વેબસાઈટ પરની વિષયવસ્તુને અથવા વેબસાઈટ પરની વિષયવસ્તુના સંદર્ભમાં લાગુ થઇ શકે તેમનું પાલન કરશો. મકૈઈન એવી ઘટનાઓની તપાસ કરશે કે જેમાં આવા કાયદાના ઉલ્લંઘનનો સમાવેશ થઈ શકે છે, અને આવા ઉલ્લંઘનમાં સામેલ વપરાશકર્તાઓની ફરિયાદી કાર્યવાહીમાં કાયદાનો અમલ કરનારા અધિકારીઓ સાથે સહકાર અને સહયોગ કરી શકે છે. કોઈપણ કાયદા, નિયમન અથવા સરકારી વિનંતીને સંતોષવા માટે જરૂરી હોય તે અનુસાર વેબસાઈટ પરના તમારા ઉપયોગના સંબંધમાં કોઈ પણ માહિતી પ્રગટ કરવા માટે મકૈઈન તેના અધિકારને દરેક સમયે અનામત રાખે છે. 

 

ઉપયોગની વધારાની શરતો 

વેબસાઈટના અમુક ક્ષેત્રો વધારાની ઉપયોગની શરતોને અધીન હોઈ શકે છે (વેબસાઇટ પર ચોક્કસ પ્રચારો, સ્પર્ધાઓ અથવા અન્ય કાર્યક્રમોને સંચાલિત કરવા માટેની શરતો સહિત) ( "ઉપયોગની વધારાની શરતો"). તમે સંમત થાઓ છો કે આવા ક્ષેત્રો અથવા તેના કોઈ ​ભાગનો ઉપયોગ કરીને, તમે આવા ક્ષેત્રો માટે લાગુ પડતી વધારાની શરતોને બાધ્ય છો. વધારાની ઉપયોગની શરતો સાથે નિયમો અને શરતો, કોઈપણ ઑનલાઇન સૂચનાઓ, અને વૈશ્વિક ગોપનીયતા પોલિસી (નીચે સંદર્ભિત, મકૈઈન અને તમારા વચ્ચેના સમગ્ર કરારનું સ્થાપન કરે છે આ ફકરાઓમાં ચર્ચા કરાયેલા તમામ વિષયોના સંદર્ભમાં, અને કાયદા દ્વારા મંજૂર મહત્તમ મર્યાદા સુધી, આ વિષયના સંદર્ભમાં તમારા અને મકૈઈન અથવા તેના કોઈપણ સંબદ્ધો વચ્ચે મૌખિક અથવા લેખિત, તમામ સંચારો, રજૂઆતો અથવા કરારોની જગ્યા લે છે. નિયમો અને શરતો અને ઉપયોગની વધારાની શરતો વચ્ચેના કોઈપણ સંઘર્ષના કિસ્સામાં, નિયમો અને શરતો સંચાલિત રહેશે.​ 

 

ક્ષેત્રાધિકાર અને કાયદાની પસંદગી 

જ્યાં સુધી અન્યથા ઉલ્લેખિત ન હોય ત્યાં સુધી, વેબસાઇટ પરની વિષયવસ્તુ મકૈઈન અને તેના ઉત્પાદનો વિશે માહિતી પ્રદાન કરવા માટે રજૂ કરવામાં આવી છે. 

મકૈઈનના ઉત્પાદનો અને સેવાઓ સંબંધિત માહિતી સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં લાગુ થાય છે, પરંતુ ચોક્કસ માહિતી તમારા દેશમાં લાગુ ન પણ થતી હોય. વધુમાં, સ્થાનિક નિયમન અને પસંદગી મુજબ પેકેજિંગ જુદી જુદી હોઈ શકે છે. તમામ ઉત્પાદનો તમામ પ્રદેશોમાં રજૂ કરવામાં આવતા નથી. તમારા દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનો અને પેકેજિંગ માટે સ્થાનિક રિટેલર્સને મળો. લાગુ કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી, મકૈઈન તેવી કોઈ રજૂઆતો કરતું નથી કે વેબસાઇટ પરની વિષયવસ્તુ યોગ્ય છે અથવા કેનેડાની બહાર કોઈ પણ ચોક્કસ દેશના સંબંધમાં ઉપયોગ માટે ઉપલબ્ધ છે. તમારા ક્ષેત્રમાં કોઈપણ ઉત્પાદન અને / અથવા સેવાની ઉપલબ્ધતા અંગેના કોઈપણ પ્રશ્નો માટે, કૃપા કરીને લાગુ વેબસાઇટ પર 'અમારો સંપર્ક કરો' પર પ્રદાન કરેલી માહિતી પર અમારો સંપર્ક કરો. 

ફ્લોરેન્સવિલ, ન્યૂ બ્રુન્સવિક, કેનેડા ખાતેના તેના ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટરથી મકૈઈન તેની ઘણી વેબસાઈટોનું નિયંત્રણ અને સંચાલન કરે છે. જો કે, મકૈઈન વૈશ્વિક ધોરણે સંચાલન કરે છે, અને કોઈ વેબસાઈટ મકૈઈન અથવા સેવા પ્રદાતા દ્વારા અન્ય અધિકારક્ષેત્રમાં સંચાલિત થતી હોઈ શકે છે. જો તમે વેબસાઈટનો ઉપયોગ કેનેડાની બહારના સ્થાનોથી કરો છો, તો તમે તમારા અધિકારક્ષેત્રમાં લાગુ પડતા કાયદાઓનું પાલન કરવા માટે જવાબદાર છો અને જો લાગુ પડતું હોય તો, જે અધિકારક્ષેત્રમાં તમે શારિરીકરીતે વેબસાઈટ(વેબસાઇટ્સ) ને ઍક્સેસ કરી રહ્યા છો. 

જો વેબસાઈટના તમારા ઉપયોગ સંબંધે, આ નિયમો અને શરતો, અને ઉપયોગની વધારાની શરતો અંગે આપણા વચ્ચે કોઈ પણ તકરારો ઉભી થાય તો કાયદાઓના સંઘર્ષના સિધ્ધાંતોને પ્રભાવિત કર્યા વિના આવી તકરારોને ન્યૂ બ્રુન્સવિક પ્રાંતના કાયદાઓ અને કેનેડાના લાગુ કાયદાઓ અનુસાર ઉકેલાવામાં આવશે. તમે સંમત થાઓ છો કે આવી કોઈ તકરારોનું નિરાકરણ સીટી ઑફ ફ્રેડેરિક્ટન સ્થિત ન્યૂ બ્રુન્સવિક, કેનેડા પ્રાંતની કોર્ટ્સ સમક્ષ લાવવામાં આવી શકે છે અને આ દ્વારા તમે તે કોર્ટ્સના બિન-વિશિષ્ટ ક્ષેત્રાધિકારને માન્ય કરો છો. જો આ નિયમો અને શરતોની કોઈ પણ જોગવાઈ ગેરકાનૂની, રદબાતલ અથવા કોઈપણ કારણોસર લાગુ કરવા યોગ્ય હોય નહીં તો તે જોગવાઈ (અથવા તે જોગવાઈનો ભાગ, લાગુ પડે તે અનુસાર) આ નિયમો અને શરતોથી વિચ્છેદિત માનવામાં આવશે અને તે કોઈપણ બાકીની જોગવાઈઓની (અથવા તે જોગવાઈના બાકીના ભાગો, લાગુ પડે તે અનુસાર) કાયદેસરતા અને અમલીકરણ પર અસર કરશે નહીં. 

 

કોઈ વોરંટી નથી 

જ્યારે અમે તમને સૌથી વધુ વર્તમાન અને સચોટ માહિતી પ્રદાન કરવા માટે સખત મહેનત કરીએ છીએ, ત્યારે અમે ખાતરી, બાંયધરી આપતા નથી અથવા તેવી રજૂઆત કરતા નથી કે વેબસાઇટ પરની દરેક બાબત ભૂલ રહિત અથવા સંપૂર્ણ છે. લાગુ કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી, મકૈઈન વેબસાઇટ પરના કોઈ દાવા, નિવેદનો અથવા માહિતીની ગુણવત્તા, ચોકસાઈ, સમયોચિતતા અથવા સંપૂર્ણતાની ખાતરી, બાંયધરી આપતું નથી અથવા તેની રજૂઆત કરતું નથી, અને મકૈઈન કોઈપણ હેતુ માટે કોઈ પણ માહિતીની પ્રસંગોચિતતા અંગે કોઈ રજૂઆત કરતું નથી.

લાગુ કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી, વેબસાઇટમાં સમાવિષ્ટ તમામ માહિતી, ઉત્પાદનો, સામગ્રીઓ, સેવાઓ અને સલાહ અથવા તમામ ટેક્સ્ટ, ગ્રાફિક્સ, લિંક્સ, એનિમેશન, જાવા સ્ક્રિપ્ટ, કૂકીઝ, ઉત્પાદનો અને સામગ્રીઓ સહિત વેબસાઇટ દ્વારા કોઈપણ રજૂઆતો, બાંયધરીઓ, વોરંટી અથવા કોઈપણ પ્રકારની ક્યાં તો વ્યક્ત અથવા ગર્ભિત શરતો વિના "જેમ છે" સ્વરૂપે પ્રદાન કરવામાં આવે છે.

પૂર્વોકતને મર્યાદિત કર્યા સિવાય અને લાગુ કાયદા દ્વારા પરવાનગીની મર્યાદા સુધી, તેમાં કોઈ વોરંટી, બાંયધરીઓ અથવા રજૂઆતો નથી કે:

 • વિષયવસ્તુ મર્ચન્ટેબિલિટીના કોઈ ચોક્કસ સ્તરની છે અથવા ચોક્કસ હેતુ માટે યોગ્ય છે
 • વિષયવસ્તુમાં સમાવિષ્ટ કાર્યાત્મક ઘટકો અવિરત અથવા ભૂલ રહિત હશે
 • ખામીઓ સુધારવામાં આવશે
 • વેબસાઇટ અથવા સર્વર્સ જે તેમને ઉપલબ્ધ બનાવે છે તે વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત છે; અને
 • વિષયવસ્તુમાં સમાવિષ્ટ કોઈપણ સૂચનો, નિર્દેશો અથવા વાનગીઓને યોગ્યપણે અનુસરવાથી સફળ પરિણામો અથવા નિષ્કર્ષો પરિણમશે પરિણામો સામગ્રીમાં સમાયેલ પરિણમશે (અમે માનીએ છીએ કે અમારી વાનગીઓ ઉત્તમ છે, પરંતુ અમારી પાસે તમારા વિશિષ્ટ રસોડા અથવા ઘરની શરતો પર કોઈ નિયંત્રણ નથી) 

ઉપરોક્ત ઉપરાંત, અને લાગુ કાયદા દ્વારા મંજૂર કરેલ હદ સુધી, તમે (અને નહીં કે મકૈઈન) મકૈઈનની વેબસાઇટના તમારા ઉપયોગથી પરિણમે તેવી તમામ જરૂરી સેવાઓ, રિપેર અથવા સુધારણાના સમગ્ર ખર્ચને વહન કરો છો. 

 

બિન-બાકાતયોગ્ય જોગવાઈઓ 

કંઈપણ વિપરીતની પરવા કર્યા વિના, ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સહિત, કોઈ પણ ગેરંટી, પરિભાષા, શરત અથવા વોરંટી, અથવા કોઈપણ અધિકાર અથવા ઉપાય, લાગુ કાયદા દ્વારા ગર્ભિત અથવા લાદવામાં આવેલ જેને કાયદેસર રીતે બાકાત અથવા મર્યાદિત કરી શકાતા નથી (લાગુ પડે તે અનુસાર) તેમાંથી કઈં પણ બાકાત કરતા નથી અથવા મર્યાદિત કરતા નથી. લાગુ કાયદા દ્વારા ગર્ભિત અથવા લાદવામાં આવેલ કોઈ પણ ગેરંટી, પરિભાષા, શરત અથવા વોરંટીના સંદર્ભમાં, જેને બાકાત કરી શકાય નહીં ("બિન-બાકાતયોગ્ય જોગવાઈ"), પરંતુ જેના સંદર્ભમાં અમે તમારા ઉપાયને મર્યાદિત કરવા સક્ષમ છીએ, ત્યાર બાદ તમારો ઉપાય અને મકૈઈન ગ્રૂપની જવાબદારી લાગુ કાયદા દ્વારા મંજૂર મહત્તમ મર્યાદા સુધી મર્યાદિત છે. 

 

ડિસક્લેમર: લિંક કરેલ સાઇટ્સ 

વેબસાઇટ ક્યારેક વેબસાઇટની અંદરથી અન્ય વિશ્વવ્યાપક વેબસાઇટ્સ (સામૂહિક રીતે, "લિંક કરેલ સાઇટ્સ") ની ઍક્સેસ પ્રદાન કરે છે. મકૈઈન આ લિંક કરેલ સાઇટ્સ પર ઉપલબ્ધ વિષયવસ્તુ અથવા કોઈપણ ઉત્પાદનો અથવા સેવાઓને સમર્થન આપતા નથી અથવા આ લિંક કરેલ સાઇટ્સ પરની વિષયવસ્તુઓની અથવા સામગ્રીની સચોટતાની કોઈ રજૂઆત કરતા નથી. જો તમે આ લિંક કરેલી સાઇટ્સ સાથે લિંકને સ્થાપિત કરો છો, તો આ તમે તમારા પોતાના જોખમે અને મકૈઈનની પરવાનગી વગર કરો છો. તે જોવા માટે કે તમે હજુ પણ મકૈઈન સંચાલિત વેબસાઈટમાં છો અથવા અન્ય વેબસાઇટ પર ગયા છો, યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) સરનામાંને તપાસો જે તમારા વર્લ્ડ વાઈડ વેબ બ્રાઉઝરમાં આપવામાં આવ્યું છે. 

અમે એવો દાવો કરતા નથી કે મકૈઈન લિંક દ્વારા ડિસ્પ્લે કરેલ અથવા અભિગમ્ય હોય તેવા કોઈ પણ ટ્રેડમાર્ક, ટ્રેડ નામ, લોગો અથવા કૉપીરાઇટ ચિન્હનો ઉપયોગ કરવા કાનૂની રીતે અધિકૃત છે અથવા કોઈ પણ લિંક કરેલ સાઈટ કોઈપણ ટ્રેડમાર્ક, ટ્રેડ નામ, લોગો અથવા મકૈઈનના કૉપીરાઇટ પ્રતીકનો ઉપયોગ કરવા માટે અધિકૃત છે. તમે સંમત થાઓ છો કે મકૈઈનની સ્પષ્ટ લેખિત પરવાનગી વગર, તમે વેબસાઈટ પરથી વેબસાઈટની વિષયવસ્તુને સીધી રીતે ઉલ્લેખિત અથવા લિંક કરશો નહીં. મકૈઈન તૃતીય પક્ષ વેબસાઇટ્સ પરથી વેબસાઈટ પર સીધી અથવા આડકતરી રીતે લિંક્સને અક્ષમ કરવાનો અધિકાર અનામત રાખે છે. 

અમે સમયાંતરે કેટલીક વિશિષ્ટ વિષયવસ્તુ અને ક્રિયાપ્રતિક્રિયાત્મક સેવાઓની ઍક્સેસ વેબસાઈટના વપરાશકર્તાઓને પ્રદાન કરી શકીએ જેના દ્વારા તમે માહિતી અને સામગ્રીઓ દર્શાવી અથવા પોસ્ટ કરી શકો છો અને અમુક સોફ્ટવેર સાધનો જેનો ઉપયોગ વેબસાઇટ દ્વારા પ્રદાન કરવામાં આવેલ મ્યુઝિક પ્લે કરવા, બીજી વેબસાઈટના વપરાશકર્તાઓ સાથે સંપર્ક કરવા માટે અથવા વિષય વસ્તુ બનાવવા સહિત જેવા વિવિધ હેતુઓ માટે કરી શકાય છે. આ સેવાઓ અને સોફ્ટવેર અને વેબસાઈટ મારફતે ઉપલબ્ધ બનાવવામાં આવેલ વિષયવસ્તુ અને સાઇટ ઉપલબ્ધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ સોફ્ટવેર મકૈઈન, તેના સંબદ્ધો અને તેમના લાઇસન્સર્સ અને સપ્લાયરોની મિલકત છે અને રહેશે અને તે કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ અને / અથવા અન્ય માલિકીના અધિકારો અને કાયદાઓ દ્વારા સુરક્ષિત હોઈ શકે છે. 

 

જવાબદારીની મર્યાદા 

લાગુ કાયદા દ્વારા પરવાનગીની મર્યાદા સુધી (અને ઉપરોક્ત "બિન-બાકાતયોગ્ય જોગવાઈઓ" વિભાગને મર્યાદિત કર્યા વિના) કોઈ પણ ઘટનામાં, મકૈઈન, અથવા તેના કોઈ પણ ડિરેક્ટર્સ, અધિકારીઓ, એજન્ટો અથવા કર્મચારીઓ વેબસાઈટ પર ઉપલબ્ધ વિષય વસ્તુના ઉપયોગ અથવા તે પ્રદર્શનના સંબંધમાં પેદા થનાર જે ક્યાં તો કરારમાં વર્ણવેલ ક્રિયા, અપકૃત્ય (બેદરકારી સહિત પરંતુ તેના પૂરતું મર્યાદિત નહીં) અથવા અન્યના કારણે થનાર વિશિષ્ટ, પરોક્ષ, પરિણામરૂપ, અનુકરણીય (શિક્ષાત્મક) સહિત કોઈપણ નુકસાની માટે જવાબદાર રહેશે નહીં. 

આમાં કોઈપણ દ્વારા થયેલા નુકસાનો અથવા ઈજા સમાવિષ્ટ છે (પરંતુ તે પૂરતા મર્યાદિત નથી): 

 • વેબસાઈટનો ઉપયોગ (અથવા ઉપયોગ કરવાની અક્ષમતા)
 • કોઈપણ લિંક કરેલી સાઇટ્સનો ઉપયોગ (અથવા ઉપયોગ કરવાની અક્ષમતા) કે જેનાથી તમે વેબસાઈટ પરથી હાઇપરલિંક કરો છો
 • કામગીરીની નિષ્ફળતા
 • વેબસાઈટના વપરાશકર્તા દ્વારા બનાવેલ કોઈપણ સામગ્રીનો ઉપયોગ (અથવા ઉપયોગ કરવાની અક્ષમતા)
 • ભૂલ
 • ચૂક
 • વિક્ષેપ
 • ખામી
 • કામગીરી અથવા ટ્રાન્સમિશનમાં વિલંબ
 • કમ્પ્યુટર વાયરસ; અને
 • લાઇન નિષ્ફળતા.

ધ્યાનમાં રાખો કે અમે કોઈ પણ પ્રકારની નુકસાની માટે જવાબદાર નથી, લાગુ કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી અને ઉપરના "બિન-બાકાતયોગ્ય જોગવાઈઓ" વિભાગને મર્યાદિત કર્યા વગર), અન્યથા નીચેની બાબતોને કોઈ મર્યાદા વગર સમાવિષ્ટ કરીને: 

 • નુકશાન અથવા ઇજા માટે સીધી રીતે કોઈને વળતર આપવાના હેતુથી નુકશાન
 • નફાનું નુકસાન
 • હાનિ અથવા ઇજાથી પરિણમિત વાજબીપણે અપેક્ષિત નુકસાન (કાયદેસર રીતે, "પરિણામરૂપ નુકસાની"); અને
 • નુકશાન અથવા ઇજાથી સીધી રીતે પરિણમિત અન્ય પરચુરણ નુકસાનો અને ખર્ચ (કાયદેસર રીતે, "આકસ્મિક નુકસાની") 

વળી, જ્યાં સુધી લાગુ કાયદા હેઠળ સ્પષ્ટપણે પ્રતિબંધિત અથવા મર્યાદિત ન હોય , જો અમે બેદરકાર રહ્યા હોઈએ અથવા અમારા કોઈ અધિકૃત પ્રતિનિધિઓને આવા નુકસાનોની સંભાવના માટે સલાહ આપવામાં આવી હોય - અથવા બન્ને હોય, તો પણ અમે જવાબદાર નથી. 

 

રજૂઆતો 

મકૈઈન ખાસ કરીને વિનંતી કરેલા હોય તે સિવાયના સર્જનાત્મક વિચારો, સૂચનો અથવા સામગ્રીને ન પણ સ્વીકારે અથવા તે અંગે વિચારણા કરી શકશે નહીં. તદનુસાર, અમે કહીએ છીએ કે તમે અમને કોઈપણ પ્રકારની સામગ્રીમોકલો નહીં. જો આ વિનંતિ કરવા છતાં, તમે મકૈઈનને સામગ્રી રજૂ કરો છો, તો વેબસાઈટ મારફતે તમે મકૈઈનને સંચાર કરો છો તે તમામ ટિપ્પણીઓ, સૂચનો, વિચારો, ગ્રાફિક્સ અથવા અન્ય માહિતી કે જે તમે મકૈઈનને સંચાર કરો છો અમે અમારી ​​​(વૈશ્વિક ગોપનીયતા પોલિસીમાં) જે માહિતી સંરક્ષિત કરવા સહમત થયા તે સિવાય રજૂઆત પર અમારી સંપત્તિ બને છે અને બની રહે છે, પછી ભલે આ નિયમો અને શરતો દ્વારા બનાવવામાં આવેલ કરાર પછીથી સમાપ્ત થાય અને તમે મકૈઈનના જાહેર અને વ્યાપારી રીત સહિત અને સમારોપ વગર, આવી રજૂઆતના ઉપયોગ અને પ્રગટીકરણ માટે તમે સંમતિ આપો છો.​ 

આનો અર્થ એ કે, તૃતીય પક્ષના બૌદ્ધિક સંપત્તિ અધિકારોમાં ઉલ્લંઘનના કિસ્સા સિવાય: 

 • અમને તમારી કોઈ પણ રજૂઆતોને ગોપનીય તરીકે ધ્યાનમાં લેવાની જરૂર નથી
 • તમે રજૂ કરો છો તે વિચારોનો ઉપયોગ કરવા માટે તમે અમારા પર દાવો કરી શકતા નથી (ઉત્પાદન અથવા જાહેરાત વિચારો સહિત, પરંતુ તે પૂરતા માર્યાદિત નહીં)
 • રજૂઆત માટે તમને અથવા અન્ય કોઈને ચુકવણી કર્યા વિના અમે તમારી રજૂઆત, અથવા કશું પણ સમાન હોય તેનો, કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકીએ છીએ.
 • દરેક પ્રકારની રજૂઆત માટે અમારી વર્તમાન અને ભાવિ અધિકારોની વિશિષ્ટ માલિકી હશે; અને
 • તમે તમારા સબમિશનમાં કોઈ પણ પ્રકારના માલિકી અધિકારનું પ્રતિપાદન ન કરવા સંમત થાવ છો (કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, અન્યાયી સ્પર્ધા, ગર્ભિત કરાર સહિત પરંતુ તે પૂરતા મર્યાદિત નહીં (વ્યુત્પન્ન કાર્યો કરવાના અને મૂળ કાર્યથી વ્યુત્પન્ન કાર્યોના કૉપીરાઇટ ધારકોના અધિકારો સહિત), તમે તમારા કૉપીરાઇટ અમને સોંપો છો અને તમે મકૈઈન અને મકૈઈન દ્વારા નિયુક્ત કોઈપણ કૉપીરાઇટયોગ્ય કાર્ય માટેના તમારા નૈતિક અધિકારોને જતા કરો છો અને તમારે કોઈપણ અન્ય નૈતિક અધિકારોના અન્ય કોઈપણ લેખકો પાસેથી તમામ આવશ્યક પરિત્યાગો અથવા સંમતિ પ્રાપ્ત કરવી અનિવાર્ય છે જે મકૈઈનને તેના ઉપયોગના સંપૂર્ણ અધિકારો અને આવા કામનો આનંદ લેવા માટે પરવાનગી આપવાનું કાર્ય કરે છે. 

તમે સ્વીકારો છો કે તમારી કોઈપણ રજૂઆત માટે તમે જવાબદાર છો - બીજા શબ્દોમાં કહીએ તો, તમે સ્વીકારો છો કે (અને મકૈઈનની નહીં) રજૂઆત માટે તેની કાયદેસરતા, વિશ્વસનીયતા, યોગ્યતા, મૌલિક્તા અને કૉપીરાઇટ સહિત પરંતુ તેમના સુધી મર્યાદિત નહીં, તમારી સંપૂર્ણ જવાબદારી છે. તમે (અને મકૈઈન નહીં) કોઈ પણ તૃતીય પક્ષના બૌદ્ધિક સંપત્તિ અથવા નૈતિક અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર રહેશો. વધુમાં, જ્યાં તમારા દ્વારા રજૂ કરેલી કોઈપણ વિષયવસ્તુ વ્યક્તિગત માહિતી અથવા કોઈપણ વ્યક્તિના ડેટાનો સમાવેશ કરે છે, તમે બાંયધરી આપો છો કે તમે બધી આવશ્યક જાહેરાતો કરી છે, અને તે સંબંધિત વ્યક્તિઓ, જે તે માહિતીને સંબંધિત છે, જેમાં જરૂરી છે તે કોઈપણ લાગુ ગોપનીયતા અથવા ડેટા સંરક્ષણ કાયદા સહિત તમામ આવશ્યક સંમતિઓ પ્રાપ્ત કરી છે. 

 

મુક્તિ / ક્ષતિપૂર્તિ 

લાગુ કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી, તમે મકૈઈનને અને તેના કોઈ પણ ડિરેક્ટર, અધિકારીઓ, એજન્ટો અને કર્મચારીઓને અને આવી અન્ય વધારાની વ્યક્તિઓને મુક્ત કરવા, ક્ષતિપૂર્તિ કરી આપવા, હાનિરહિત રાખવા સંમત થાવ છો જેમને વેબસાઈટ પરના પ્રમોશન, સ્પર્ધાઓ અથવા અન્ય કાર્યક્રમોને સંચાલિત કરવા માટેના નિયમો, શરતો અને નિયમનો દ્વારા ઓળખી કાઢવામાં આવેલ છે (સામૂહિક રીતે અહીં "મુક્તિઓ") તરીકે સંદર્ભિત કરવામાં આવે છે) તમામ જવાબદારીઓ માંથી (જે કરારમાં ક્રિયા દ્વારા ઉદ્દભવે છે, અપકૃત્ય (બેદરકારી સહિત પરંતુ તે પૂરતું મર્યાદિત નહીં) અથવા અન્યથા) કોઈ પણ પ્રકારે વેબસાઈટના તમારા ઉપયોગથી સંબંધિત અથવા ઉદ્ભવતા, કોઈપણ પ્રકારની ઇજાઓ, નુકસાન અથવા હાનિ સહિત. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે, બિન-બાકાતયોગ્ય જોગવાઈઓ સિવાય, મુક્તિ કરવામાં આવી નથી અને વેબસાઇટના સંદર્ભે કોઈ પણ પ્રતિનિધિત્વ, ગેરંટી, વોરંટી અથવા શરત માટે જવાબદાર નથી. 

 

બૌદ્ધિક સંપત્તિ 

મકૈઈન વિષયવસ્તુમાં અને તમામ અંતર્ગત પ્રોગ્રામિંગમાં બૌદ્ધિક સંપત્તિ અધિકારો ધરાવે છે અથવા વિષયવસ્તુનો ઉપયોગ કરવા માટે માલિકની પરવાનગી મેળવી છે. જો તમે વેબસાઈટમાં વિષયવસ્તુ રજૂ કરી હોય, તો તમે અમને અને વેબસાઈટના અન્ય વપરાશકર્તાઓને આ વિષયવસ્તુ (શાશ્વત ધોરણ સહિત) નો ઉપયોગ અને સુધારા કરવા માટે સંમતિ આપી હોવાનું માનવામાં આવે છે. વધુમાં, જ્યાં તમારા દ્વારા રજૂ કરેલી કોઈપણ વિષયવસ્તુ વ્યક્તિગત માહિતી અથવા કોઈપણ વ્યક્તિના ડેટાનો સમાવેશ કરે છે, તમે બાંયધરી આપો છો કે તમે બધી આવશ્યક જાહેરાતો કરી છે, અને તે સંબંધિત વ્યક્તિઓ, જે તે માહિતીને સંબંધિત છે, જેમાં જરૂરી છે તે કોઈપણ લાગુ ગોપનીયતા અથવા ડેટા સંરક્ષણ કાયદા સહિત તમામ આવશ્યક સંમતિઓ પ્રાપ્ત કરી છે. 

વેબસાઈટ પરની તમામ વિષયવસ્તુ સહિત વેબસાઇટ, બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ અને સંધિ જોગવાઈઓ દ્વારા સંરક્ષિત છે. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે વેબસાઈટ અને વેબસાઈટ સાથે સંકળાયેલી સેવાઓ અને સોફ્ટવેર માલિકી અને ગોપનીય માહિતી ધરાવે છે જે લાગુ બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત છે અને તે વેબસાઇટનો તમારો ઉપયોગ તમારા માટે વ્યક્તિગત છે અને સોંપણીયોગ્ય નથી. આ નિયમો અને શરતો હેઠળ અધિકૃત ન હોય તેવા કોઈપણ હેતુ માટે વેબસાઇટ પરની વિષયવસ્તુની કોઈપણ કૉપી, પુનરુત્પાદન, સુધારા–વધારા, પ્રકાશન, પ્રસારણ, વિતરણ અથવા અન્ય ઉપયોગ અને જેના માટે તમે અમારી પૂર્વ લેખિત સંમતિ પ્રાપ્ત ન કરો તે દ્રઢપણે પ્રતિબંધિત છે. 

મકૈઈનના લોગો, ઉત્પાદનના નામો, સેવાઓના નામો અને ચિહ્નો "મકૈઈન માર્ક્સ") મકૈઈનના ટ્રેડમાર્ક્સ છે. આપ અમારી અગાઉની લેખિત સંમતિ વિના કોઈપણ રીતે મકૈઈનના માર્ક્સને પ્રદર્શિત કરવા અથવા ઉપયોગમાં નહીં લેવા માટે સંમત થાવ છો. વેબસાઈટમાં સંદર્ભિત કંપનીઓ અથવા ઉત્પાદનોના નામો અને ટ્રેડમાર્ક તેમના સંબંધિત માલિકોના ટ્રેડમાર્ક હોઈ શકે છે. આ ટ્રેડમાર્ક્સ અથવા ટ્રેડનામોનું પ્રદર્શન આ માર્ક અથવા નામોમાં કોઈ લાઇસન્સ અથવા અન્ય અધિકારોને અભિવ્યક્ત કરતા નથી અથવા નિર્માણ કરતા નથી. મકૈઈનના માર્ક્સનો કોઈ પણ અનધિકૃત ઉપયોગ દ્રઢપણે પ્રતિબંધિત છે. 

 

નિયમો અને શરતોની સમાપ્તિ 

આ નિયમો અને શરતો, અને તમારા અને મકૈઈન વચ્ચેના કરાર કે જે તેઓ નિર્માણ કરે છે, તે બંનેમાંથી કોઈપણ પક્ષ દ્વારા સમાપ્ત થાય ત્યાં સુધી અસરકારક છે. વેબસાઈટનો ઉપયોગ અને ઍક્સેસનો ઉપયોગ તરત જ બંધ કરીને અને તમામ સંબંધિત દસ્તાવેજો અને તમામ નકલો અને સ્થાપનો સાથે, તમે ઍક્સેસ કરેલી મકૈઈન વેબસાઈટ પરથી મેળવેલ તમામ વિષયવસ્તુઓનો નાશ કરીને, તમે કોઈપણ સમયે આ નિયમો અને શરતોને સમાપ્ત કરી શકો છો. જો તમે વેબસાઈટ અને / અથવા આ નિયમો અને શરતોમાં થયેલા કોઈપણ ફેરફારથી સંમત થતા નથી તો તમે આ નિયમો અને શરતોને અને વેબસાઈટને ઍક્સેસ કરવાનો હક્ક સમાપ્ત કરશો. 

મકૈઈન આ નિયમો અને શરતો હેઠળ તમને આપવામાં આવેલા લાઇસન્સ અને અધિકારોને કોઈપણ સમયે અને તમને નોટિસ આપ્યા વિના સમાપ્ત કરી શકે છે, જો તેના એકમાત્ર ચુકાદામાં, તમે તમારા અને મકૈઈન વચ્ચેના કરારના નિયમો અને શરતોનો ભંગ કરો છો, જેને આ નિયમો અને શરતો બનાવે છે. સમાપ્તિ પર, તમારે બધી વિષયવસ્તુનો નાશ કરવો અને વેબસાઈટનો ઉપયોગ કરવાનું બંધ કરવું અનિવાર્ય છે. 

સમાપ્તિ છતાં, તમે વેબસાઇટના કોઈપણ અગાઉના ઉપયોગ અને કોઈપણ ડાઉનલોડ અથવા ઍક્સેસ કરેલી વિષયવસ્તુના સંદર્ભમાં આ નિયમો અને શરતોથી બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો. 

વધુમાં, વેબસાઈટ પર સામગ્રી પ્રદાન કરીને, અમે કોઈપણ રીતે વચન આપતા નથી કે સામગ્રી તમારા માટે ઉપલબ્ધ રહેશે. તમને નોટિસ વિના, મકૈઈન કોઈ પણ સમયે, તેની કોઈપણ વેબસાઈટના તમામ અથવા ભાગને સમાપ્ત કરવા અથવા બદલવા માટે હકદાર છે. 

 

ગોપનીયતા અને ડેટા રક્ષણ 

લાગુ કાયદા દ્વારા મંજૂર થયેલ હદ સુધી અને જ્યાં, તમે વૈશ્વિક ગોપનીયતા પોલિસી દ્વારા ધ્યાનમાં લીધા મુજબ વ્યક્તિગત ડેટાના સંગ્રહ, ઉપયોગ, પ્રગટીકરણ અને પ્રક્રિયા માટે સંમતિ આપો છો. તમારા ગોપનીયતા અધિકારો વિશે અને વેબસાઈટના તમારા ઉપયોગ દરમિયાન તમારા વ્યક્તિગત ડેટાનો મકૈઈન કેવી રીતે ઉપયોગ કરે છે, જાહેર કરે છે અને તેની પ્રક્રિયા કેવી રીતે કરે છે તે વિશેની માહિતી મેળવવા માટે કૃપા કરીને અમારીવૈશ્વિક ગોપનીયતા પોલિસી​ વાંચો. ​

 

નિયમો અને શરતો વિશેના વિવિધ પોઇંટ્સ 

મકૈઈન તમને નોટિસ આપ્યા વિના, માત્ર આ પોસ્ટને અપડેટ કરીને, આ નિયમો અને શરતોમાં, અને તમારા અને મકૈઈન વચ્ચેનો કરાર જે તેઓ નિર્મિત કરે છે, તેમાં કોઈપણ સમયે, ફેરફાર કરી શકે છે. ફેરફારો, જ્યારે પોસ્ટ કરવામાં આવે, ત્યારે જ અસરકારક રહેશે. અપડેટ્સ માટે નિયમો અને શરતો નિયમિત રૂપે તપાસો. કોઈપણ નિયમ અથવા શરત અથવા કોઈપણ ફેરફાર તમને સ્વીકાર્ય ન હોય તો, તમારે તરત જ વેબસાઇટનો તમારો ઉપયોગ બંધ કરવો અનિવાર્ય છે. આ શરતો અને નિયમોમાંના ફેરફાર પોસ્ટ કર્યા પછી વેબસાઈટનો તમારો સતત ઉપયોગ ફેરફારની સ્વીકૃતિ સ્થાપિત કરશે. આ નિયમો અને શરતો વેબસાઈટના તમારા ઉપયોગ માટે જ લાગુ પડે છે, અને કોઈ પણ મકૈઈન સંબદ્ધ સાથે તમારા કોઈ અન્ય કરાર માટે નહીં.